વનવિભાગ દ્વારા 27 પાણીના પોઇન્ટ મૂકવામાં આવ્યા, પાણીના જથ્થાની સતત રખાય છે દેખરેખ | 27 water points placed by forest department, continuous monitoring of water quantity | Times Of Ahmedabad

ઉનાએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

એક તરફ કમોસમી વરસાદ બીજી તરફ ઉનાળો અને તેમાંય જંગલના બડબડતા તાપની વચ્ચે વસવાટ કરતા એશિયાટિક સિંહો પણ ગરમીમાં વ્યાકુળ થઈ જતા હોય છે. દિવસભર જંગલ વિસ્તારમાં જ્યાં ઠંડક મળે ત્યાં બેસતા હોય છે.

ઉના ગીર ગઢડા નજીક ગીર જંગલની જસાધાર રેન્જ કે જ્યાંથી તુલસીશ્યામ જતાં રસ્તા પર જે જસાધાર રેન્જનો વન વિભાગ સ્ટાફ દ્વારા ઉનાળામાં સિંહોને પાણીની તકલીફ ન પડે તે માટે સતત ખડેપગે પાણીનાં પોઈન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગીરના જશાધાર રેન્જનો વિસ્તાર અંદાજે 30 કિ. મી. આવતો હોય અને આ 30 કિ. મી.સુધીના એરિયામાં 60 થી 65 સિંહો વસવાટ છે અને 10 થી 18 ગ્રુપમાં આ 60 થી 65 સિંહો જસાધાર રેન્જ વિસ્તારમાં વિહરતા જોવા મળે છે.

હાલ ઉનાળાના સમયમાં ગરમીમાં માનવીની જેમ સિંહ પણ ભારે ગરમી અને તાપ પાણી માટે તરસતા હોય છે. ત્યારે તેમનાં માટે વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આ રેંજના 27 પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ પાણીના પોઇન્ટ ઉપર નિયમિત વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. તમામ પોઇન્ટમાં પાણીનો જથ્થો છે કે નહીં તેની સતત દેખરેખ રાખવામાં આવે છે. આ પાણીનાં પોઈન્ટ પર બોરમાંથી પવનચકીની મદદથી તેમજ પાણીનાં ટેન્કર મારફતે પાણી ભરવામાં આવે છે. આમ ઉનાળાની સિઝનમાં સિંહો માટે વનવિભાગ દ્વારા પોઈન્ટ પર કુંડામાં પાણી સતત ભરેલું રાખી વન્યજીવોની સંભાળ રાખે છે.

અન્ય સમાચારો પણ છે…