બોરસદના નાપા તળપદ પાસે ડીઝલ ખૂટી જતાં પાર્કિંગ લાઈટ સાથે ઉભેલ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ પુરપાટ ઝડપે એક્ટિવા ઘુસી જતાં એકનું મોત,એક ગંભીર | One person died, one seriously after Activa rammed behind a tractor trolley standing with parking light near Napa Talpad in Borsad. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • One Person Died, One Seriously After Activa Rammed Behind A Tractor Trolley Standing With Parking Light Near Napa Talpad In Borsad.

આણંદ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામ નજીક ખોડીયાર મંદિર પાસે સાહિન ટ્રેડર્સ નજીક શનિવાર રાત્રિના સમયે રોડની સાઈડમાં ઉભેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ ધડાકાભેર એક્ટિવા ઘુસી જતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ તાલુકાના બોચાસણના કેતનભાઇ ઉર્ફે ભુરીયો રમેશભાઈ પરમાર મિત્ર અરવિંદભાઈ ઉર્ફે ગુલો કાળીદાસ પરમારનું ટ્રેકટર લઈને મોગરી ખાતે ઘઉંનું ઘવારીર્યું ભરવા સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સમયે મોગરી જવા માટે નાના ભાઈ ઉમેશ પરમાર સાથે નીકળ્યાં હતા. કેતનભાઇ ટ્રેક્ટર ચલાવતાં હતાં. આશરે આઠેક વાગ્યાના સમયે નાપા ખોડીયાર મંદિર પાસે સાહિન ટ્રેડર્સ નજીક આવતાં રોડ ઉપર ટ્રેક્ટરમાં ડીઝલ ખલાસ થઈ ગયું હતું.જેથી, તેઓએ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર રોડની સાઈડમાં પાર્કિંગ લાઈટ ચાલુ કરી ઉભું રાખ્યું હતું. અને તેઓ ડીઝલ લેવા માટે ગયાં હતાં.

મહત્વનું છે કે આ દરમિયાન સફેદ કલરના એક્ટિવા પર સવાર બે જણ પુરપાટ ઝડપે ધસી આવ્યા અને ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગે ધડાકાભેર અથડાયા હતા.જ્યાં એક્ટિવા પર સવાર બંને જણને મોઢામાં અને માથાના ભાગે ભારે ગંભીર ઈજાઓ થઈ હતી.આ ગમખ્વાર ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં. તેઓએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતાં 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્ને યુવકોની ઓળખ તપાસ કરતા તેઓ દેદરડા ગામના કૌશિકભાઈ અશોકભાઈ સોલંકી અને રિતેશભાઇ રમણભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું.તેઓને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જ્યાં અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ એક્ટિવા પાછળ બેઠેલ કૌશિકભાઇ અશોકભાઈ સોલંકીનું મોત નિપજ્યું હતું. જ્યારે રીતેશભાઈ રમણભાઈ સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે કેતનભાઇ ઉર્ફે ભુરીયો રમેશભાઈ પરમારે બોરસદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે એકટીવા ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post