42 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. જેના ભાગરૂપે મનપા દ્વારા રંગોળી પાર્ક, વેલનાથપરા, રેલનગર સહીત વિવિધ વિસ્તારોમાંથી તા.21-03થી 27-03-2022 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 292 પશુઓને પકડવામાં આવ્યા છે.
કલેકટર કચેરી ખાતે બેઠક મળી
જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન થયેલા જન જાગૃત્તિનાં જુદાં જુદાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવેએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા યોજનાની માહિતી જેવી કે, મિશન શક્તિ યોજનાનાં ઘટકો, યોજનાનો ઉદ્દેશ સહિતની માહિતી આપી હતી.
ફાયર સેફટી અંગેની મોકડ્રીલ
ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન ખાતે ફાયર મોકડ્રિલ યોજાઈ
રાજકોટમાં ફાયર શાખા દ્વારા ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન અને ધ કોર્ટ યાર્ડ ખાતે ફાયર સેફટી અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા લોકોને બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ અપાઈ હતી.