પાટણ જિલ્લામાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 14 પર પહોંચ્યો | 2 new cases of corona were reported in Patan district, the number of positive cases reached 14 | Times Of Ahmedabad

પાટણ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં છેલ્લા 15દિવસ થી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.અને દિવસે દિવસે કોરોનના કેસમાં વધારો થયો છે.ત્યારે ગુરુવારે પાટણ શહેરમાં ત્રણ અને પાટણ તાલુકામાં 2 કોરોનાના કેસ નોંધાયા છે.આમ જિલ્લા આજે 5 કોરોનાના કેસ આવ્યા હતા. જિલ્લામાં કુલ 14 એક્ટિવ કેસ છે.અત્યાર સુધી 21 કેસ નોંધાયા છે.

પાટણ શહેરની યુનિવર્સિટી હોસ્પિટલમાં 20વર્ષ ની યુવતીશ્રી વર્ધન સોસાયટીમાં 45વર્ષય પુરુષ અને ઇકબાલ ચોક માં 40 વર્ષીય મહિલા સહિત પાટણ તાલુકાના ખીમિયાના માં 22વર્ષ ની મહિલા અને મણુદ 28વર્ષ ના પુરુષ ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો ગુરુવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના નો 5 કેસ સામે આવ્યો હતો.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 664 અને એન્ટીજન મળી કુલ 664 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 3 સ્ત્રી અનેબે પુરુષ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 14 કેસ એક્ટિવ છે જિલ્લામાં અત્યાર સુધી21કેસ નોંધાયા છે.જયારે 4લોકો સાજા થયા હતા.

અન્ય સમાચારો પણ છે…