મહેસાણા19 મિનિટ પહેલા
- કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ફરી એક વખત કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે મહેસાણા શહેરમાં કોરોનાના 3 કેસ સામે આવ્યાં છે. જેથી જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 5 થયો છે.
આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
મહેસાણા શહેરમાં આવેલા વિસનગર લિંક રોડ પર વિસ્તારમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. મળતી માહિતી પ્રમાણે સામાન્ય તાવ આવતો હોવાથી ટેસ્ટ કરાવ્યો હતો જ્યાં રીપોર્ટમાં કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. એક જ પરિવારમાં બે અને એજ વિસ્તારમાં અન્ય એક કેસ સામે આવ્યો છે.
તમામને હોમ આઈસોલેટ કરાયા
મહેસાણા શહેરમાં આવેલા વિસનગર લીંક રોડ પર એક જ વિસ્તારમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં હતા. જેમાં 50 વર્ષીય પુરુષ, 35 વર્ષીય મહિલા અને 84 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા છે. તમામને હાલમાં હોમ આઈસોલેટ પર રખાયા છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5 થઈ છે.