જામનગર13 મિનિટ પહેલા
- કૉપી લિંક

કાલાવડ તાલુકાના આણંદપર ગામે આવેલી જમીનમાં રાજકોટના મહિલા અને તેના પરિવારના અન્ય ત્રણ સભ્યો તથા એક સંબંધીએ જમીન પર કબજો કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી અપાયની કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટમાં નાલંદા સોસાયટીમાં રહેતા અને મેટોડામાં ફેકટરી ધરાવતા પાર્થિવ કુમાર પ્રવીણચંદ્ર ગણાત્રા કે જેઓની ખેતીની જમીન કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી છે, તેની હાલ બજાર કિંમત અંદાજે 60 લાખ જેટલી થવા જાય છે. ઉપરોક્ત જમીનમાં આજથી આઠ મહિના પહેલા રાજકોટના નારાયણસિંહ ગણેશકુમારસિંહ ઝાલા વગેરેએ પેશકદમી કરી લીધી હતી અને જમીન ખાલી કરતા ન હતા. જેના અનુસંધાને પાર્થિવ કુમાર દ્વારા જામનગરના જિલ્લા કલેકટર કચેરી સમક્ષ અરજી કરવામાં આવી હતી અને પોતાની જમીનના દસ્તાવેજો વગેરે રજૂ કરવામાં આવ્યા હતા.
જે અરજીના અનુસંધાને જામનગરના જિલ્લા કલેક્ટર સૌરભ પારધી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન રાજકોટના બે મહિલા સહિતના પાંચ શખ્સોએ જમીનમાં ગેરકાયદે દબાણ કર્યું હોવાનું ધ્યાનમાં આવતાં તે અંગેના જિલ્લા કલેક્ટર સમક્ષ રિપોર્ટ કરવામાં આવ્યો દ્રુહતો. તે રિપોર્ટના અનુસંધાને એસ.પી. પ્રેમસુખ ડેલુએ લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ નોંધવાનો આદેશ કરાયો હતો. જે આદેશના પગલે કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ. એચ. વી. પટેલે પાર્થિવ કુમાર ગણાત્રા ની ફરિયાદના આધારે જમીન દબાણ કરનારા નારાયણ સિંહ ગણેશકુમાર સિંહ ઝાલા, ઉપરાંત ગણેશકુમાર સિંહ ઝાલા, ગાયત્રીબા ગણેશકુમારસિંહ ઝાલા, જાનકીબા ગણેશ કુમારસિંહ ઝાલા, અને રાજદીપસિંહ જે. જાડેજા સામે ગુન્હો નોંધ્યો છે. ઉપરોક્ત પાંચેય આરોપીઓ સામે આઇપીસી કલમ 504,506- 2,114 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત અધિનિયમ 2020 ની કલમ 4 (3),5 (ગ) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં ફરિયાદી દ્વારા માત્ર એક અરજી કરવામાં આવી હતી, અને અરજીના અનુસંધાને વહીવટી તંત્રએ સક્રિયતા દાખવી છે, અને ગુનો નોંધ્યો છે, જેથી ફરિયાદીને ન્યાય મળ્યો છે.