Thursday, March 23, 2023

ફાર્મસી અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલથી યોજાશે, હોલ ટિકિટ ઓનલાઇન મુકવામાં આવી | Gujcat exam for pharmacy and engineering admission will be held from April 3, hall ticket released online | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 12 સાયન્સ બાદ ફાર્મસી અને એન્જિન્યરિંગમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલ યોજાશે, તે માટે આજથી હોલ ટિકિટ ઓનલાઇન મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે સાથે રાખવાની પુરાવાની જરૂરી સૂચના પણ બોર્ડ તરફથી આપવામાં આવી છે.

બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે
ધોરણ 12 સાયન્સના અભ્યાસ બાદ ફાર્મસી અને એન્જિનયરિંગમાં પ્રવેશ માટે બોર્ડ ઉપરાંત કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવામાં આવે છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા પુરી થયા બાદ 3 એપ્રિલે ગુજેક્ટની પરીક્ષા યોજાશે. ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે. હોલ ટિકિતમાં કોઈ સુધારા કરવાના હોય તો બોર્ડની કચેરીએ જાણ કરવાની રહેશે. પરીક્ષા દરમિયાન હોલ ટિકિટની સાથે વિદ્યાર્થીઓએ પોતાના સાથે આધાર કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા આઇડી પ્રુફ સાથે રાખવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.