Thursday, March 23, 2023

હવે હાટકેશ્વર બ્રિજના પિલ્લરના ટેસ્ટિંગ શરૂ કરાયા, મુંબઈની ખાનગી લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરી રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે | Now the testing of Hatkeshwar Bridge pillar has started, a decision will be taken after the test report by a private laboratory in Mumbai. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Now The Testing Of Hatkeshwar Bridge Pillar Has Started, A Decision Will Be Taken After The Test Report By A Private Laboratory In Mumbai.

અમદાવાદ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હજી સુધી કોઈ નિર્ણય લઈ શક્યું નથી ત્યારે હવે હાટકેશ્વર બ્રિજના વધુ એક ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના પિલ્લરની મજબૂતાઈ તપાસવા માટે ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મુંબઈની ઈ ક્યુબ લેબોરેટરી દ્વારા છેલ્લા ચાર દિવસથી આ ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ટેસ્ટિંગ કર્યા બાદ બ્રિજ અને પિલ્લરની મજબૂતાઈ અને તેના રિપોર્ટ પરથી સમગ્ર બ્રિજ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે હવે અલગ અલગ રિપોર્ટ કરવાના બહાને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પોતે બચવાના પ્રયાસ કરી રહ્યા છે.

છેલ્લા આઠ મહિનાથી હલકી ગુણવત્તાના બાંધકામના કારણે બંધ રહેલા હાટકેશ્વર બ્રિજ મામલે હવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બચાવવા બ્રિજની તપાસને વધુ લંબાવવામાં આવી રહી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા મુંબઇની ખાનગી લેબોરેટરી ઇ ક્યુબ પાસે હાટકેશ્વર બ્રિજના પિલ્લરના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ટેસ્ટિંગની પ્રક્રિયા કર્યા બાદ તેના રિપોર્ટના આધારે આ બ્રિજના પિલ્લરની મજબૂતાઈ કેટલી છે વગેરે જાણવા મળશે.

બ્રિજના અલગ અલગ લેબોરેટરીના રિપોર્ટ બાદ હવે પિલ્લરના ટેસ્ટ અને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પિલ્લરના ટેસ્ટ રિપોર્ટ બાદ બ્રિજ કેટલો મજબૂત આગામી દિવસોમાં રહી શકે તેની પણ માહિતી મળી શકશે. બ્રિજના પિલલરની ગુણવત્તા મામલે તપાસ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ખાનગી લેબોરેટરીઓ પાસે રિપોર્ટ કરાવતા તેમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું સાબિત થયું હતું. IIT રુડકી પાસે પણ આ બ્રિજ ની તપાસ કરાવવામાં આવી છે જેનો રિપોર્ટ હજી સુધી આવ્યું ન હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કહે છે. ત્યારે ફરી હવે બ્રિજના પિલ્લરના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેના રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે…