3 વર્ષમાં MBBS ડોક્ટર્સ પાસેથી બોન્ડ પેટે 139 કરોડ વસૂલાત, 359 પાસે 18 કરોડના બોન્ડની વસૂલાત બાકી | 139 crore bond recovery from MBBS doctors in 3 years, 18 crore bond recovery pending with 359 MBBS | Times Of Ahmedabad

13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ચાલી રહેલા પ્રશ્ન પ્રત્યુત્તરના ગાળા દરમિયાન આરોગ્ય મંત્રીને છેલ્લા ત્રણ વર્ષમાં M.B.B.S. ડૉક્ટર્સ પાસેથી બોન્ડની રકમ વસુલાત અંગેની માહિતી પૂછાઈ હતી. જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, 3 વર્ષમાં બોન્ડ પેટે કુલ રૂ. 130 કરોડ વસૂલ કરાયા છે. જોકે હજુ પણ રૂ.18.25 કરોડ વસુલવાના બાકી હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે મંત્રીએ GMERS હેઠળના MD/MS વગેરેની બેઠકો અંગે પણ માહિતી આપી હતી. તેમજ તેમણે વર્ષ 2022માં પાંચ સરકારી આયુર્વેદ કોલેજને માન્યતા અપાઈ હોવાનું જણાવ્યું હતું.

3 વર્ષમાં રૂ.139 કરોડ જેટલી રકમની વસૂલાત કરાઈ
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના ડૉક્ટર્સ પાસેથી બોન્ડની રકમ વસૂલવા અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી કોલેજોમાંથી એમ.બી.બી.એસ. પાસ કર્યા હોય તેવા ડૉક્ટરોને નિમણૂક આપ્યા બાદ તેઓ ફરજ પર હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવાની કામગીરી વિવિધ સ્તરે યુધ્ધના ધોરણે પ્રગતિમાં છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં આવા ડોક્ટરો પાસેથી કુલ રૂ.139 કરોડ જેટલી રકમની વસૂલાત કરવામાં આવી છે.

રાજ્યના 359 ડોક્ટરની બોન્ડની રકમ વસુલાત કરવાની બાકી
રાજ્યમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ પાસ કરી નિમણૂંક આપેલા હોય અને હાજર ન થયા હોય તેવા 359 ડોકટરો પાસેથી રૂ.18,25,00,000ની વસુલાત બાકી છે.

બોન્ડ ન ભરનાર સામે કાયદાકીય પગલાં પણ ભરાય છે
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં જે ડોકટરો સેવા અથવા બોન્ડ સમયસર ભરી શકતા નથી, તેમને રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. આ ઉપરાંત તેમની યોગ્ય કાયદાકીય પગલાં લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તબીબી અધિકારી વર્ગ-2ની જગ્યાઓ અંગે માહિતી અપાઈ
વિવિધ જિલ્લાઓમાં તબીબી અધિકારી વર્ગ-2ની જગ્યાઓ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળી મંજૂર 256 જગ્યાઓ સામે 189, અમદાવાદ જિલ્લામાં મંજૂર 243 જગ્યાઓ સામે 233, મહેસાણા જિલ્લામાં મંજૂર 142 જગ્યાઓ સામે 130 અને ગાંધીનગર જિલ્લામાં મંજૂર 96 જગ્યા સામે 88 જગ્યાઓ ભરવામાં આવેલી છે. આગામી વર્ષ સુધીમાં નવી નિમણુંક કરી રાજ્યની તમામ તબીબી અધિકારી વર્ગ-2ની જગ્યાઓ ભરવામાં આવશે.

વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તા.31-12-2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં નેશનલ કાઉન્સિલ ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડીસીન દ્વારા રાજ્યમાં પાંચ સરકારી આયુર્વેદ કોલેજને માન્યતા આપવામાં આવી છે, જે તમામ કોલેજો હાલમાં કાર્યરત છે. માન્યતા પ્રાપ્ત પાંચ કોલેજોમાં ગાંધીનગર જિલ્લાના કોલવડામાં 75 બેઠકો ધરાવતી સ્ટેટ મોડેલ સરકરી આયુર્વેદ કોલેજ, અમદાવાદમાં 94 સીટ સાથે સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, વડોદરા જિલ્લામાં 75 સીટ સાથે સરકારી આયુર્વેદ કોલેજ, ભાવનગરમાં 75 સીટ સાથે સરકારી આયુર્વેદ કોલેજ તથા જુનાગઢની 75 સીટ સાથે સરકારી આયુર્વેદ કોલેજનો સમાવેશ થાય છે. આ પાંચેય કોલેજોને 394 સીટ માટે રાજ્યમાં માન્યતા આપવામાં આવી છે.

GMERSની અનુસ્નાતક બેઠકોનો વધારો કરવા માટે પ્રશ્ન પૂછાયો
આજે વિધાનસભામાં જી.એમ.ઇ.આર.એસની કોલેજોમાં અનુસ્નાતક બેઠકોમાં સંખ્યામાં વધારો કરવાના અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, તા.31-12-2022ની સ્થિતિએ સોલા-અમદાવાદ, ધારપુર-પાટણ, વલસાડ અને હિંમતનગર મેડીકલ કોલેજોમાં પેથોલોજી, એનેસ્થેશિયા, માઈક્રોબાયોજી, ઓર્થોપેડિક સર્જરી જેવા વિભાગોમાં 39 અનુસ્નાતક બેઠકો માટે દરખાસ્ત કરાઈ છે. જે પૈકી 8 બેઠકો માટે મંજૂરી મળી છે. બાકીની બેઠકો માટે ઇન્સ્પેક્શનની કામગીરી ચાલુ છે. તે પૂર્ણ થયા બાદ મંજૂરી મળશે.

GMERSની કુલ 8 કોલેજોમાં અનુસ્નાતકના અભ્યાસક્રમો ચાલુ
મંત્રી ઉમેર્યું હતું કે, રાજ્યમાં જી.એમ.ઈ.આર.એસ બેઠક સોલા-અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, ધારપુર-પાટણ, વલસાડ, હિંમતનગર, વડનગર અને જૂનાગઢ મળી કુલ 8 કોલેજોમાં અનુસ્નાતકના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. આ બેઠકોમાં એમ.ડી/એમ.એસ, ડી.એમ.બી.અને ડી.એન.બી. ડિપ્લોમાના અનુસ્નાતક અભ્યાસક્રમો ચાલવવામાં આવે છે. જેમાં એમ.ડી./એમ.એસ વિભાગમાં પેથોલોજી, માઈક્રોબાયોલોજી, ઓબ્સ એન્ડ ગાયનેક, ઈ.એન.ટી, ઓપ્થાલ્મોલોજી, સાયક્યાટ્રીક, રેસ્પી મેડીસીન અને ડર્મેટોલોજીના અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

GMERS હેઠળ MD/MS માટે 87 બેઠકો
તેમણે ઉમેર્યું કે, જી.એમ.ઈ.આર.એસ હેઠળની કોલેજોમાં એમ.ડી/એમ.એસ અભ્યાસક્રમોમાં હાલ જે 87 બેઠકો છે. જેમાં સોલા-અમદાવાદમાં 45, ગોત્રી-વડોદરામાં 24 અને ગાંધીનગરમાં 18 બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે 12 વિભાગોમાં ડી.એન.બી/ડી.એન.બી ડિપ્લોમા કોર્સમાં 144 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં સોલા-અમદાવાદમાં 17, ગોત્રી-વડોદરામાં 23, ગાંધીનગરમાં 21, ધારપુર-પાટણ 17, વલસાડમાં 26 હિમંતનગરમાં 27, વડનગરમાં 5 અને જૂનાગઢમાં 8 બેઠકો ઉપલબ્ધ છે. આમાં જનરલ મેડીસીન, પીડિયાટ્રીકસ,ઓબ્સ એન્ડ ગાયનેક, ઈ.એન.ટી, ઓપ્થ્લ્મોલોજી, એનેસ્થ્યેશ્યોલોજી, જનરલસર્જરી, ઓર્થોપેડીકસ, ડર્મેટોલોજી, રેડિયોલોજી, રેસ્પી.મેડીસીન અને પેથોલોજીના અભ્યાસક્રમો ચાલવામાં આવે છે.

ઈન્સ્પેક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બેઠકોમાં વધારો કરાશે
મંત્રી પટેલે ઉમેર્યું કે, અનુસ્નાતક અભ્યાસ ક્રમોની બેઠકોમાં વધારો કરવા માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) નવી દિલ્હીને દરખાસ્ત કરવામાં આવે છે. હાલ ઈન્સ્પેક્શન પ્રક્રિયા ચાલુ છે. તે પૂર્ણ થયા બાદ બેઠકોમાં વધારો થઈ શકશે.

• બે વર્ષમાં રાજ્યમાં 18,00,805 ચોરસ મીટર જંગલની જમીનો ઉદ્યોગગૃહોને ફાળવવામાં આવી છે. • સુરત જિલ્લામાં આર્સેલર મિત્તલ ગૃપ (જુનુ એસ્સાર સ્ટીલ લિ.) દ્વારા વન ખાતાની હજીરા/સુવાલી, જિ.સુરતમાં 196.60 હેકટર જમીન મેળવવાની દરખાસ્તો સરકારમાં પડતર છે, બે વર્ષમાં આ ગૃપને 61.86 હેકટર જમીન ફાળવવામાં આવી છે. • સુરત જિલ્લામાં હજીરામાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ (તત્કાલિન એસ્સાર સ્ટીલ લીમીટેડ) દ્વારા વન ખાતાની 93.67 હેકટર જમીનમાં બિનઅધિકૃત બાંધકામ, રસ્તા, બગીરા અને સ્લેગ ડમ્પીંગ કરી વર્ષ 2006-07થી ક્રમશઃ દબાણ કરવામાં આવેલ હતું, આ દબાણવાળી વન ખાતાની 65.73 હેકટરની દરખાસ્તોને ભારત સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જ્યારે 20.76 હેકટરની દરખાસ્તને ભારત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. માત્ર 7.18 હેકટરમાંથી જ દબાણ દૂર કરવામાં આવ્યું છે. જ્યારે બાકીની દબાણવાળી વન ખાતાની જમીન આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ (તત્કાલિન એસ્સાર સ્ટીલ લિમિટેડ )ના નામે જ કરી આપી છે. • રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજ 2153નું મહેકમ મંજૂર છે. તે પૈકી 661 જગ્યાઓ ખાલી છે. જી.એમ.આર.એસ. મેડીકલ કોલજોનું મંજૂર મહેકમ 1784 છે તે પૈકી 823 જગ્યાઓ ખાલી છે. મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી ડોકટર તરીકેના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ પર વિપરીત અસર પડતી હોય છે. • રાજ્યની સરકારી જનરલ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાંત ડોકટરોની 90 જગ્યાઓ મંજુર થઈ છે. તે પૈકી 45 જગ્યાઓ ખાલી છે, 50% જગ્યાઓ ખાલી હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરીવારના બાળકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં હજારો રૂપિયા ચૂકવવા પડે છે. • રાજ્યમાં જિલ્લા મેલેરીયા અધિકારીઓની 33 જગ્યાઓ મંજુર થઈ છે. તે પૈકી 28 જગ્યાઓ ખાલી છે, માત્ર 6 જગ્યાઓ જ ભરાયેલ છે, રાજ્યમાં ડોકટરો વગરની હોસ્પિટલો હોય તેના જેવી હાલત છે. • વૈદ્યાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં વયનિવૃત્તિ બાદ વર્ગ-1 અને વર્ગ-2ના 7 અધિકારીઓની કરાર આધારીત નિમણુંક આપવામાં આવી છે, તે પૈકી વર્ગ-1ના ચાર કર્મચારીઓ 71, 67, 66 અને 63 વર્ષના છે. સામાન્ય વહીવટના ઠરાવ મુજર 62 વર્ષ બાદ આવી નિમણુંકો આપી શકાતી નથી. તેમ છતાં સચિવાલયને ઘરડા ઘર બનાવવા આવા અધિકારીઓની નિમણુંકો આપવામાં આવે છે બીજી બાજુ લાખો શિક્ષિત બેરોજગારો રોજગાર માટે વલખાં મારે છે. • રાજ્યમાં સરકારી પોલીટેકનિક કોલેજોમાં વર્ગ-1થી 4ની 2601 જગ્યાઓ ભરાયેલ છે તેની સામે 1389 જગ્યાઓ ખાલી છે. વર્ગ-1ની 87 ભરાયેલી જગ્યાઓ પૈકી 84 ખાલી છે, વર્ગ-3ની 340 ભરાયેલી જગ્યાઓ પૈકી 720 જગ્યાઓ ખાલી છે. જ્યારે વર્ગ-4ની 124 ભરાયેલી જગ્યાઓ સામે 403 જગ્યાઓ ખાલી છે. • અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાંથી કેમિકલવાળું ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડવાને કારણે સાબરમતી નદી પ્રદૂષિત થતી હોવાની ફરિયાદથી સરકાર વાકેફ છે, આ બાબતે ગુજરાત હાઈકોર્ટે વારંવાર ટકોર પણ કરી છે, તેમ છતાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી કેમિકલવાળું ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડાતું બંધ કરાવવામાં આવતું નથી. સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નક્કર કામગીરી કરવાને બદલે માત્રને માત્ર નોટીસો આપીને સંતોષ માને છે. -2022માં પાંચ સરકારી આયુર્વેદ કોલેજને માન્યતા અપાઈ

અન્ય સમાચારો પણ છે…