કલાકારો જુદા જુદા પ્રદેશોની લોકકલાને ઉજાગર કરશે; માધવપુર ત્રીજી વખત ઉત્તર-પૂર્વ ભારત તથા ગુજરાતની સંસ્કૃતિનું સમન્વય કેન્દ્ર બનશે | Artists will showcase folk art from different regions; For the third time, Madhavpur will become the center of coordination of the culture of North-East India and Gujarat | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Artists Will Showcase Folk Art From Different Regions; For The Third Time, Madhavpur Will Become The Center Of Coordination Of The Culture Of North East India And Gujarat

પોરબંદર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

માધવપુર લોક મેળો,ઉત્તર પૂર્વના આઠ રાજ્યોના કલાકારો પોતાની નૃત્ય-કલા દ્વારા માધવપુરના આંગણે પ્રાદેશિક સાંસ્કૃતિ રજૂ કરશે,ગુજરાતી કલાકારો પણ સ્ટેજ પરથી પોતાની કલા દ્વારા માધુપુર મેળાની શોભા વધારશે. માધવપુર ખાતે 30 માર્ચથી યોજાનાર પાંચ દિવસીય રાષ્ટ્રીય કક્ષાના લોકમેળામાં ઉત્તર પૂર્વ રાજ્યોના કલાકારો પોતાની સંસ્કૃતિને સ્ટેજ પરથી ઉજાગર કરશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના 16 જેટલા ગ્રુપ માધવપુરના આંગણે આવીને ઉત્તર પૂર્વના રાજ્યોની પ્રાદેશિક કલાને ઉજાગર કરશે.

ગુજરાતી કલાકારો પણ મેળાની શોભા વધારશે
અરુણાચલ પ્રદેશના બે ગ્રુપ દ્વારા રિખંપાડા પરંપરાગત નૃત્ય તથા પાકુ જોટા, આસામના બે નૃત્ય દ્વારા ગુમરંગ નૃત્ય અને ના ગુર્નાઈ લોક નૃત્ય, મણીપુર ટીમ દ્વારા પુંગઢોલ ઢોલક અને લાઇહરાઇબા નૃત્ય, મેઘાલયની ટીમ દ્વારા વંગલા અને કાશાડ મસ્ટીહ પ્રાચીન યુદ્ધ નૃત્ય, મિઝોરમની ટીમ દ્વારા ચેરવ અને સોલાકિયા ડાંસ, નાગાલેન્ડની ટીમો દ્વારા માહુ હે નગચી અને મુન્યાગતાશરૂ, સિક્કિમની ટીમ દ્વારા ચૂટકી અને યાકછમ પ્રાર્થના નૃત્ય તથા ત્રિપુરાની ટીમ દ્વારા હોજાગીરી અને મમિતા લાઈન નૃત્ય કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતી કલાકારો પણ સ્ટેજ પરથી પોતાની કલા દ્વારા માધવપુરના મેળાની શોભા વધારશે. આમ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના લોકમેળામાં સ્ટેજ પરથી કલાકારો દ્વારા જુદા જુદા પ્રદેશોની લોકકલાને ઉજાગર કરવામાં આવશે.

એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ માટે તંત્ર તૈયાર
સરકારના માર્ગદર્શનમાં માધવપુર ઘેડના મેળાની તૈયારી શરૂ કરતું પોરબંદર જિલ્લા પ્રશાસન,મેળામાં આવનાર ભાવિકો માટે પીવાના પાણી,પાર્કિંગ,પરિવહન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે,માધવપુરના બીચ પર દરિયાઈ રમતો અને રેતી શિલ્પો આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની સ્મૃતિમાં યોજાતો પરંપરાગત માધવપુર ઘેડનો મેળો હવે રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક કેન્દ્ર બન્યો છે. ભારત સરકારના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત માધવપુર ઘેડના મેળામાં પોરબંદર જિલ્લાના પ્રશાસને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સંકલન કરી ટીમવર્કથી તૈયારીઓ શરૂ કરી છે. ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્તર પૂર્વના રાજકુમારી રૂક્ષ્મણી સાથે થયા હતા. માધવપુરમાં આ લગ્ન પ્રસંગ દર વર્ષે યોજવામાં આવે છે અને જેથી ઉત્તર પૂર્વ તથા ગુજરાતની સંસ્કૃતિનું જોડાણ પણ આ મેળાની ઓળખ બન્યું છે.

ત્રીજી વખત માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર
ત્રીજી વખત માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર ઉજાગર થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક રમતગમત વિભાગ તેમજ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ પર વિવિધ કાર્યક્રમો માધવપુર ઘેડના મેળા ગ્રાઉન્ડમાં 30 માર્ચથી 3 એપ્રિલ સુધી યોજાશે. પોરબંદરના જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને માધવપુર ઘેડના મેળાની તૈયારી કરી રહેલા વિવિધ વિભાગો કચેરીઓના સ્થાનિક અધિકારીઓની સમિતિ અને તેના સભ્યોની બેઠકમાં ભાવિકોને વિવિધ સુવિધાઓ મળી રહે અને વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે સંકલન કરવામાં આવ્યું હતું. પીવાનું પાણી તેમજ યાત્રિકો માટે પરિવહન,બેઠક વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ સાથે પાર્કિંગ વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, માધવપુર બીચ પર દરિયાઈ રમતોનું આયોજન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને મંત્રી હર્ષ સંઘવી, મૂળુ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય-જિલ્લા પ્રશાસન દ્વારા માધવપુર ઘેડના મેળામાં વિવિધ લોક સુવિધા સાથે બે પ્રદેશોની સંસ્કૃતિની ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. કલાકારોની સુંદર કૃતિ પ્રસ્તુતિ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાઈ તે માટે તૈયારીઓ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કરવામાં આવી રહી છે. ઉત્તર પૂર્વના કલાકારો અને આગેવાનો-મહાનુભાવોના સ્વાગત ઉપરાંત માધવપુર ઘેડમાં બહારથી આવનાર કલાકારો માટે વિવિધ વ્યવસ્થાઓ તેમજ કારીગરો , હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, માધવપુર બીચ ઉપર દરિયાઈ રમતો અને રેતી શિલ્પ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના જીવન આધારિત વિવિધ પ્રસંગોની પ્રસ્તુતિ ભાવમય રીતે થાય તે માટે સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બધા કાર્યક્રમો આ વખતે માધવપુર ઘેડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

અન્ય સમાચારો પણ છે…