Thursday, March 23, 2023

ગાંધીધામના શિણાયમાં તસ્કરોનો લોખંડની પાઈપ વડે હુમલો, 30 હજારના મુદ્દામાલ ચોરી ભાગી ગયા | Attacked by smugglers with iron pipe in Shinay of Gandhidham, stolen worth 30 thousand ran away | Times Of Ahmedabad

ગાંધીધામ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીધામ તાલુકાના શિણાયમાં ફરિયાદીને માર મારી સોનાની ચેઈન સહિત 30 હજારનો મુદ્દામાલ પડાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં વિરલ ચવચેટાએ ફરિયાદ નોંધાવી છે. તેઓ શિણાય પાસે આવેલ આશાપુરા ટેકરી ડમ્પિંગ સ્ટેશનના પુલિયા ગયા હતા. ત્યારે ત્રણ અજાણ્યા આરોપીઓ મોટર સાઈકલથી આવ્યા ત્યારે ફરિયાદી તથા સાહેદ મંથન ત્યાં ઊભા હતા. તેમની પાસે જતાં સાહેદ મંથને પૂજાને પૂછ્યું હતું કે, ગઈકાલે તારી તથા ધ્રુવ સાથે બોલાચાલી કરીને 200 રૂપિયા લૂંટી લીધા હતા તે આ લોકો છે કે કેમ? તેવું કહેતા પૂજાએ હા પાડી હતી.

આ સાંભળી ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ફરિયાદીને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને લોખંડની પાઈપ લઈ ફરિયાદીને હાથ–પગમાં મારવા લાગ્યો હતો. અન્ય અજાણ્યા બે આરોપીઓએ ધ્રુવ અને મંથનને ગડદાપાટુનો માર માર્યો હતો. ફરિયાદીને હાથ અને પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી. ફરિયાદીએ હાથમાં પહેરલ સોના તથા ચાંદીની 2 વિંટી સહિત કુલ 30,800ના મુદ્દામાલની લૂંટ થઈ હતી. આરોપીઓ સામે આદિપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.