મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક

મોરબીના ખોખરા હનુમાન રોડ પર બેકાબૂ આઈસરે બાઈકને અડફેટે લેતા આધેડનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. તો અન્ય એક બનાવમાં હળવદના કવાડિયા ગામે યુવકે રેલવે ટ્રેક પર આપધાત કર્યો હતો. આ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માથામાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત થયું
મોરબીના વેજીટેબલ રોડ રહેતા મૂળ રાજસ્થાનના ઠાકડા કી ગુવાર ગામના વતની કુપસિંહ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, રાત્રિના આશરે સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે તેમના ગામના 40 વર્ષીય નરેન્દ્રસિંહ ઉર્ફે વિક્રમ ચૌહાણ પોતાના બાઈક પર હનુમાન રોડ પાવરહાઉસ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે પૂરપાટ વેગે આવતી આઈસરે તેમની બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં નરેન્દ્રસિંહને માથમાં ગંભીર રીતે ઈજા થઈ હતી અને ઘટનાસ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. જેને પગલે આઈસર ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે રેલવે ટ્રેક પર પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા 30 વર્ષીય જયેશ કાનાભાઈ રબારી નામના યુવકે રાત્રિના સમયે કવાડિયા ગામની સીમમાં આવેલા રેલ્વે ટ્રેક પર પડતું મૂક્યું હતું. ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આ મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.