Thursday, March 9, 2023

કાંકરિયા બાલવાટિકા રાઈટ દુર્ઘટનામાં બે લોકોનો જીવ લેનારી ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીને જલધારા વોટરપાર્ક ચલાવવા માટે કોન્ટ્રાક્ટ અપાશે | The company of former BJP corporator's brother, who claimed two lives in the Kankaria Balwatika riot, will be awarded the contract to run the Jaldhara water park. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Company Of Former BJP Corporator’s Brother, Who Claimed Two Lives In The Kankaria Balwatika Riot, Will Be Awarded The Contract To Run The Jaldhara Water Park.

અમદાવાદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કાંકરિયામાં કેટલાંક વર્ષોથી બંધ પડેલા જલધારા વોટરપાર્કને ફરી શરૂ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. જો કે આ વોટરપાર્કને રીનોવેશન કરી અને 15 વર્ષ માટે પીપીપી ધોરણે ચલાવવા માટે થઈ કાંકરિયા બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ દુર્ઘટનામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીની બેદરકારીના કારણે બે નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા એવી સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને સોંપવા માટેની દરખાસ્ત આવતીકાલે રીક્રીએશન એન્ડ કલ્ચર કમિટીમાં મૂકવામાં આવી છે. નિર્દોષ નાગરિકોનો જીવ જેમના કારણે ગયો અને કંપનીના સંચાલક જેલમાં ગયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીને ફરીથી જ આટલો મોટો કરોડો રૂપિયાનો પ્રોજેકટ આપી ફાયદો કરાવવા માટે થઈ આ દરખાસ્ત લાવવામાં આવી છે.

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે કાંકરિયા જલધારા વોટરપાર્કને રીનોવેશન કરી અને ફરીથી 15 વર્ષ માટે ચલાવવાનો કોન્ટ્રાક્ટ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે ભાજપના પૂર્વ કોર્પોરેટર ના ભાઈની કંપની છે તેને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2019માં આ કંપનીની બેદરકારીને કારણે કાંકરિયા બાલવાટિકામાં રાઈડ તૂટી પડતા એ લોકોના મોત થયા હતા. બેદરકારી દાખવી અને માનવ જીવન સાથે ચેડા કરનાર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે ત્યારે ફરીથી જો આવી દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે. સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને બ્લેક લિસ્ટ કરી અને આ જલધારા વોટરપાર્ક કોન્ટ્રાક્ટ ન આપવા માટે થઈ કોંગ્રેસ પક્ષનો વિરોધ છે.

કાંકરિયા જલધારા વોટરપાર્કને રીનોવેશન અને ફરીથી ચલાવવા માટે થઈ ઝુ વિભાગના ડાયરેક્ટર દ્વારા સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ફરીથી કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જેનો કોન્ટ્રાક્ટ કાંકરિયા બાલવાટિકામાં રાઇડ્સ ચલાવવાનો છે અને વર્ષ 2019માં જે રાઈડ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. તેમાં આ જ કંપનીના સંચાલક અને તેના પુત્ર સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હતી. આ કંપનીની બેદરકારીના કારણે બે નિર્દોષ નાગરિકના જીવ ગયા હતા ત્યારે ફરીથી જ આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા વિવાદ ઊભો થયો છે. જે કંપનીએ રાઇડ્સ ચલાવવામાં બેદરકારી દાખવી હોય અને તેને બેદરકારી બદલ જેલમાં મોકલવો પડ્યો હોય ત્યારે આવી કંપનીને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપવા પાછળ ભાજપના સત્તાધીશોનો મોટો હાથ છે.

સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ભાજપના અમરાવાડી વોર્ડના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની છે. ઘનશ્યામ પટેલ અને તેના પુત્ર ભાવેશ પટેલ સામે વર્ષ 2019માં કાંકરીયા રાઈડ્સની દુર્ઘટનામાં મામલે બેદરકારી દાખવવા બદલ મણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ઘનશ્યામ પટેલ અને તેના પુત્ર ભાવેશ પટેલ સહિત ચાર લોકોની મણીનગર પોલીસે ધરપકડ પણ કરી હતી.

કાંકરિયા વિસ્તારમાં આવેલા જલધારા વોટરપાર્કને રીનોવેશન તેમજ ચલાવવા માટેના ટેન્ડર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ફન વર્લ્ડ એન્ડ રિસોર્ટસ અને સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા બીડ ભરવામાં આવી હતી. ફન વર્લ્ડ એન્ડ રિસોર્ટસ દ્વારા રૂ. 30.70 લાખ અને સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 32.90 લાખની બીડ ભરવામાં આવી હતી. ટેન્ડરની શરતો મુજબ છ મહિનામાં રિનોવેશન કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે રૂ. 35 લાખની વાર્ષિક લાયસન્સ તેમાં દર વર્ષે 3 ટકા વધારા સાથે ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જેમાં સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ કોન્ટ્રાક્ટ ને લેવા માટે ડેપ્યુટી કમિશનર દ્વારા રૂપિયા એક લાખ અને કમિશનર દ્વારા તેમાં પણ વધારો સૂચન કરતા કુલ રૂપિયા 35 લાખની વાર્ષિક લાયસન્સ આપવાની દરખાસ્ત મુકાઈ છે.

અન્ય સમાચારો પણ છે…