Saturday, March 11, 2023

વિધવા-નિરાધાર મહિલાઓ માટેની ગંગા સ્વરૂપ આર્થિક યોજના અંતર્ગત 3021 અરજી મંજુર; માસિક રૂ. 1250ની સહાય | 3021 applications approved under Ganga Swarup Economic Scheme for widow-destitute women; Monthly Rs. 1250 in aid | Times Of Ahmedabad

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત સરકારે છેલ્લા કેટલાક સમયમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે વ્હાલી દીકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્‍ટર, મહિલા કલ્યાણ કેન્‍દ્ર અને 181 મહિલા હેલ્પલાઈન જેવી વિવિધ મહિલાલક્ષી વિશેષ પહેલો હાથ ધરવામાં આવી છે. આવી જ એક વિશેષ પહેલ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના.

બોટાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે વર્ષ 2022 દરમિયાન કુલ 3110 અરજીઓ મળી હોવાની વિગતો આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. જે પૈકીની 3021 અરજીઓને મંજૂર કરી દરેક લાભાર્થીને માસિક રૂ. 1250ની સહાય ચૂકવવામાં આવી રહી છે. વિધાનસભામાં રજૂ કરેલી તાલુકાવાર વિગતોમાં દર્શાવ્યા અનુસાર બોટાદ શહેરમાં મળેલી અરજીઓ પૈકી 488, બોટાદ તાલુકામાં 775, ગઢડામાં 637, બરવાળામાં 345 અને રાણપુર તાલુકામાં 776 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની નિરાધાર વિધવા બહેનોનું પુનઃસ્થાપન થઇ શકે અને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિધવા લાભાર્થીને દર મહીને DBT ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી રૂ. 1250ની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ગુજરાત સામૂહિક જૂથ સહાય અકસ્માત વિમા યોજના અંતર્ગત તેમના વારસદારને રૂપિયા એક લાખની રકમ પણ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: