Saturday, March 11, 2023

પાટણ-ચાણસ્મા માર્ગ પરના જર્જરીત બનેલ બ્રિજની મરામત કામગીરી શરૂ કરાઇ, દિવ્ય ભાસ્કરે અગાઉ સમાચાર પ્રસારિત કર્યા હતા | Repair work of dilapidated bridge on Patan-Chanasma road started, Divya Bhaskar had earlier broadcast the news. | Times Of Ahmedabad

પાટણ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના ચાણસ્મા પાટણ હાઇવે માર્ગ પર ગોલ્ડન ચોકડી થી લીલી વાડી સુધી બનાવેલા બ્રિજની હાલત ટૂંક જ સમયમાં જર્જરીત બનતા આ માર્ગ પર ડાયવર્ઝનના બોર્ડ મુકવાની ફરજો પડી હતી. તો આ નવીન બનાવેલા બ્રિજ ના કામમાં હલકી ગુણવત્તાનું કામ કરાયું હોવાની બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં બુમરાડ ઉઠવા પામી હતી.જેને લઈ દિવ્યભસ્કર ડીઝીટલ દવરા આ બાબતે તંત્રનું ધ્યાન દોરવા આ જર્જરીત બનેલા બ્રીજના દ્રશ્યો સાથેના સમાચારો પ્રકાશિત કરતા સફાળા જાગેલા માર્ગ મકાન વિભાગના તંત્રએ તાત્કાલિક આ જર્જરીત બનેલા બ્રિજ પર કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે સમારકામની કામગીરી નો પ્રારંભ શનિવારના રોજ કરવામાં આવ્યો છે.

પાટણ શહેરના પાટણ ચાણસ્મા હાઇવે પર થોડા સમય પહેલા કરોડોના ખર્ચે બનાવાયેલ બ્રિજની હલકી ગુણવત્તાને લઈને તંત્ર દ્વારા બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે તપાસ હાથ ધરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ લોકોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: