ભરૂચ28 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
- કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો છે. કેન્દ્રબિંદુ SOU અને નર્મદા ડેમથી માત્ર 5 કિમી દૂર હોવા છતાં કોઈ જોખમ નથી
કેવડિયા SOU સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે મંગળવારે બપોરે 3.40 કલાકે 3.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કેવડિયાથી માત્ર 5 કિલોમીટર દૂર નોંધાયું હતું.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે, કેવડિયામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી માત્ર 5 કિમી દૂર નોંધાયું છે. જેની ડેપ્થ 24.9 કિલોમીટર અને કેવડીયાથી સાઉથ સાઉથ ઇસ્ટ SSE દિશામાં રહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…