Tuesday, March 14, 2023

સાયલાના ધજાળા ગામ પાસે દારૂ ભરેલી બલેનો કાર સાથે બે ઝડપાયા, અન્ય ત્રણ શખ્સો ફરાર | Two were caught with a car full of liquor near Dhajala village in Saila, three others are absconding | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાયલાના ધજાળા ગામમાંથી બોલેરો કારમાં લઈ જવાતો રૂપિયા 27 હજારની 78 નંગ બોટલ દારૂ સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. અન્ય 3 વ્યક્તિઓને આ ઘટના સંદર્ભે પોલીસ શોધી રહી છે. સાયલા તાલુકાના ધજાળા ગામથી આગળ ગરાંભડી ગામના રંગપરામાં જવાના રસ્તા ઉપર ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી હતી. રવિ ભવાનભાઈ સબાડ ( રહે. કોઠારીયા- રાજકોટ ) અને દિપક હમીરભાઈ બોરસાણીયા ( રહે. વગડીયા, થાન )બોલેરો કાર લઈને પસાર થતા હતા.ત્યારે તેમને રોકી ચેકિંગ કરતા તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 78 જેની કિંમત 27,222 બલેનો કાર જેની કિંમત 1,50,000 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત 3,500 મળી કુલ મુદ્દા માલ 1,80,722 પકડી પાડી તેના વિરૂદ્ધમાં પ્રોહી એક્ટ મુજબ ધજાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સંદર્ભે રામજીભાઈ વિભાભાઈ કોરી રહે. ગરાભડી તાલુકો સાયલા, સાહિલભાઈ મુસલમાન રહે. હુડકો ચોકડી રાજકોટ, મુકેશભાઈ ધીરુભાઈ વાઘેલા રહે. વેલનાથ પરા રાજકોટને પકડવાના બાકી હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે…