અમદાવાદ3 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાતમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થ વિશે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જે મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પાર્થિવરાજ કઠવાડિયાએ ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સરકાર કાયદો અને વ્યવસ્થાની ચિંતા કરતી નથી. વિધાનસભામાં ડ્રગ્સના ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સના વેપારો વધારે થઇ રહ્યો છે. ગુજરાતના સીમાડેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસાડાઇ રહ્યું છે. યુવાધન ડ્રગ્સના રવાડે ચઢી રહેયું છે. યુવાધન ડ્રગ્સના ખાડામાં જઇ રહ્યું છે.
એક વર્ષમાં 3687 કરોડનું ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું
ગુજરાત કોંગ્રેસ પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ચ 2022ના આંકડા પ્રમાણે 370 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું હતું. જ્યારે 11 માર્ચ 2023ના આંકડા પ્રમાણે 4058 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે. એટલે કે એક વર્ષમાં ગુજરાતમાં 3687 કરોડનું ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું તો ઘુસ્યુ કેટલું હશે એ પણ સવાલ છે. ડ્રગ્સના કેસમાં દેશનો કન્વીકશન રેટ 77 ટકા ગુજરાતનો કન્વીક્શન રેટ માત્ર 2.5 ટકા છે. વર્ષ 2018માં કુલ 150 કેસ પૈકી માત્ર 4 કેસ સાબિત થયા એટલે કે અઢી ટકા કે સાબિત થયા હતા.
ડ્રગ્સના કેસ ડબલ થયા પણ 1% આરોપી ગુનેગાર
પાર્થિવરાજ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં કુલ 289 કેસ પૈકી માત્ર 3 કેસ સાબિત થયા એટલે કે એક ટકા કેસ સાબિત થયા. જ્યારે વર્ષ 2020માં કુલ 308 કેસ પૈકી માત્ર 4 કેસ સાબિત થયા એટલે કે એક ટકા કેસ સાબિત થયા. ડ્રગ્સના કેસ ડબલ થયા પણ માત્ર એક ટકા આરોપી ગુનેગાર પુરવાર થયા. સરકાર ડ્રગ્સના મામલે ઉદાસીન સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. ગૃહમંત્રી વાહવાહી લૂંટે છે ત્યારે જવાબ આપે કે કોણ આ ડ્રગ્સ ડિલર છે અને ક્યારે પકડાશે? જો તમે કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકતા હોવ તો રાજીનામું આપો.
રાજ્યની સરહદોથી ગેરકાયદેસર જથ્થો ઠલવાય છે
તો બીજી તરફ ગઈ કાલે એટલેક 11 માર્ચે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો અંગેના બે વર્ષના આંકડા રજૂ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 25 જિલ્લાઓમાંથી બે વર્ષમાં વિદેશી દારૂ 197,45,21,059 કિંમતની 1,66,03,737 બોટલ, દેશી દારૂ 3,94,37,903 કિંમતનો 23,11,353 લીટર અને બિયર 10,47,99,859ની કિંમતની 12,27,987 બોટલ પકડાઈ હતી. આમ બે વર્ષમાં રાજ્યના 25 જિલ્લોમાંથી 42,69,98,29,861 કિંમતના વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા 2,987 આરોપીની ધરપકડ કરવાની ધરપકડ કરવાની પણ બાકી છે. પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ જ રાજ્યની સરહદોથી ગેરકાયદેસર જથ્થો ઠાલવવામાં આવે છે અને રાજ્યના યુવાધનને નશામાં રાખી રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર ચાલે છે.