રાજકોટમાં ધો.4ની છાત્રા અચાનક ઢળી પડતા બેભાન અવસ્થામાં મોત, તાવ-ઉલ્ટીથી પીડાઈ રહી હતી | In Rajkot, a student of Class 4 died suddenly after falling unconscious, suffering from fever and vomiting. | Times Of Ahmedabad

રાજકોટ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હોળી-ધુળેટીના પર્વ બાદ ફરી એક વખત રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સવારે અને રાત્રે ઠંડી તો બપોરના સમયે અસહ્ય ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જેના કારણે શહેરમાં રોગચાળાનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેમાં શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઉલ્ટીના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકીને ગઈકાલે તાવ ચડ્યા બાદ મોડી રાત્રે ઉલટી થઈ હતી અને તેણીનું સવારે બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.

સિવિલમાં દાખલ કરવામાં આવી હતી
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગૌતમનગર શેરી નં.2 માં રહેતા શ્રમિક પરિવારની પુત્રી રાધિકા રાય (ઉ.વ.11) આજે વહેલી સવારે પોતાના ઘરે ઉઠ્યા બાદ તુરંત બેભાન હાલતમાં ઢળી પડી હતી. જેથી તેણીને તુરંત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં હાજર ફરજ પરના તબીબે રાધિકાને મૃત જાહેર કરી હતી.

પ્રાથમિક તારણમાં ઉલ્ટી કારણભૂત
બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા ગાંધીગ્રામ પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. બાળકીના મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે જો કે પ્રાથમિક તારણમાં ઉલ્ટી થવાના કારણે મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બીમારીના કેસમાં નોંધપાત્ર વધારો

બીમારીના કેસમાં નોંધપાત્ર વધારો

4 દિવસથી બીમાર હતી
રાધિકા અને તેનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. તેમના પિતા કલરકામ કરે છે. રાધિકા બે ભાઈની એકની એક બહેન હતી. રાધિકા ધોળકિયા સ્કૂલમાં ધો.4માં અભ્યાસ કરતી હતી તેણીને ચારેક દીવસથી તાવ આવતો હતો. તેની દવા પણ ચાલુ હતી ત્યારે ગઈ કાલે તેમને રાત્રીના ઉલટી થયા બાદ તાવ ચડ્યો હતો અને સવારે જાગ્યા બાદ તેણી તુરંત ઢળી પડી હતી.

લોકો ગભરાઈ રહ્યા છે
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તાવ અને સામાન્ય બીમારીન કારણે અનેક માસુમોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નવા વર્ષની શરૂઆત બાદ નાના બાળકો અને રમતવીરોના વધતા જતા મોતના પ્રમાણના કારણે આરોગ્ય વિભાગ સહિત લોકો ગભરાઈ રહ્યા છે.

એ.વી.જસાણી સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીનું motમોત થયું હતું

એ.વી.જસાણી સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીનું motમોત થયું હતું

બે માસ પહેલા પણ બાળકીનું મોત
બે માસ પહેલા પણ રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગરનું ગઈ ગત તા.17મી જાન્યુઆરીના રોજ મોત થયું છે. રિયા સાગર નિયતક્રમ અનુસાર સવારે સ્કૂલ-વેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કર્યા બાદ રિયા અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પોતાના ક્લાસમાં ગઈ હતી. ક્લાસરૂમમાં પહોંચતા વેંત જ રિયાને ધ્રુજારી ઉપડી હતી અને તે બેભાન થઈ ક્લાસરૂમમાં જ ઢળી પડી હતી. સ્કૂલ સંચાલકોએ બાળકીને તુરંત હોસ્પિટલ ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

દોઢ વર્ષનો માસૂમ પણ ઢળી પડ્યો હતો
જ્યારે એકાદ માસ પહેલા પણ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા પરેશભાઈ ચૌહાણના દોઢ વર્ષના માસૂમ પુત્ર મિરાજ ચૌહાણને બે દિવસ સુધી ઝાડા-ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતાં બાળક ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…