રાજકોટ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
આરોપી શ્રુતિન ધીરૂભાઈ ઉમરાણીયા
રાજકોટના કુવાડવા નજીક આવેલ ખીજડીયા ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવક તરીકે નોકરી કરતાં શ્રુતિન ધીરૂભાઈ ઉમરાણીયા (ઉ.વ.21) ખેડૂતો પાસેથી ગામ નમુનાની નકલના બમણા પૈસા પડાવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. સરકારના ઠરાવ મુજબ ગામ નમુના 7/12, 8-અની ખેડૂતોને નકલના રૂ.5ના બદલે ગ્રામ સેવક રૂ.10 ઉઘરાવી આર્થિક લાભ મેળવતો હોવાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને ફરિયાદ મળી હતી. જેના પગલે ACB પીઆઈ આર.આર.સોલંકી સહિતના સ્ટાફે ખેડૂતનો વેશ ધારણ કરી ખીજડીયા ગ્રામ પંચાયતમાં ગ્રામ નમુનાની નકલ કઢાવવા ગયા હતાં. ગ્રામ સેવકે 64 નકલના સરકારે નિયત કરેલા રૂ. 320ના બદલે 640 મેળવી આર્થિક લાભ મેળવતા રૂ. 640ની રોકડ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ACB PI આર. આર. સોલંકીએ સરકાર પક્ષે ફરિયાદી બની ગ્રામ સેવક શ્રુતિન ધીરૂભાઈ ઉમરાળીયા સામે લાંચનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વ્યવસાય બરાબર ન ચાલતા ઇમીટેશનના ધંધાર્થીએ આપઘાત કર્યો
રાજકોટ શહેરના આર.ટી.આો ઓફીસની પાછળ શ્રીરામ સોસાયટી શેરી નં.6 માં રહેતા કલપેશભાઇ બળવંતભાઇ છાંટબાર (ઉ.વ.35) એ ગઇકાલે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્ની બહારથી ઘરે આવી દરવાજો ખોલતા પતિને લટકતા જોઇ આક્રંદ મચાવતા આસાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ 108 માં જાણ કરતા 108 ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક કલ્પેશભાઇ ઘરે જ ઇમીટેશનનું કામ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી ધંધો બરાબર ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળી તેઓ આ પગલું ભર્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે
છુટક મજૂરી કરતા યુવકે ઝેરી દવા પીધી
શાપર વેરાવળમાં સર્વોદય સોસાયટીમાં રહેતા કાંતિભાઇ કેશુભાઇ પરમાર (ઉ.વ.37) નામના યુવાને ગત 21 માર્ચના રોજ શાપરના ભૂમિ ગેઇટ પાસે ઝેરી દવા પી લેતાં શાપર સારવાર અપાવી બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કાંતિભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે છુટક મજૂરી કામ કરતાં હતાં. ઝેરી દવા શા માટે પીધી? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
બેકારીથી કંટાળી પોલીસ હેડકવાર્ટર સામે આધેડે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરનાં રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ હેડકવાર્ટર સામે આધેડે ઝેરી દવા પી લેતાં નજીકથી પસાર થતા રાહદારી દ્વારા 108ને જાણ કરવામાં આવતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. ઝેરી દવા પી લેનાર આધેડ અગાઉ દરજી કામ કરતો હોય અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા ઘણા દિવસથી કામ ધંધો નહીં મળતાં બેકારીથી કંટાળી તેણે આ પગલું ભરી લીધું હતું. પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.