Tuesday, March 28, 2023

રાજુલમાં મૃતકના ખોટા ડોક્યુમેન્ટ બનાવી 40 લાખ રૂપિયાની વીમાની રકમ મેળવી લીધી, તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા | In Rajul, false documents of the deceased were created and the insurance amount of 40 lakh rupees was obtained, the investigation is likely to reveal shocking details. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Rajul, False Documents Of The Deceased Were Created And The Insurance Amount Of 40 Lakh Rupees Was Obtained, The Investigation Is Likely To Reveal Shocking Details.

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલીના રાજુલામાં એક મૃત વ્યકિતના ખોટા ડોક્યુમેન્ટ બનાવી વીમા કંપનીઓ પાસેથી 40 લાખ રૂપિયાની વીમાની રકમ ખોટી રીતે લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે રાજુલા પોલીસે એક ડોકટર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવવાની પૂરી શક્યતાઓ છે.

રાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રાધનપરા ફરિયાદી બન્યા છે અને પોલીસ ફરિયાદ નોંધી ગુન્હો નોંધાવ્યો છે. આરોપીઓ દ્વારા મૃતક જીજાળા અંકુશભાઈ ભીખાભાઇના નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટ ઉપરથી વીમા પોલિસીઓ મેળવી પોતાને આર્થિક લાભ મેળવવાના હેતુથી ગુન્હાહિત કાવતરું રચી ખોટા ડોક્યુમેન્ટનો સાચા તરીકે ઉપયોગ કરી તેના ઉપરથી અલગ અલગ વીમા કંપનીઓ પાસેથી રૂ.40,00,000 ચાલીસ લાખની વીમા પોલિસીઓ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડીમાં એક બીજાને મદદગારી કરી આધાર કાર્ડ પાનકાર્ડ તથા વીમા પોલિસીઓ તથા ચેક તથા પાસપોર્ટ સાઈઝના ફોટાઓ તથા ચેકબુક પાસબુક ડેબિટ કાર્ડ અને ગાડીઓ નંગ 2 મોબાઈલ 10ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

કોની કોની સામે ગુનો નોંધવામાં આવ્યો

1. હનુભાઈ હમજીભાઈ પરમાર ધંધો ડોકટર રે.ડુંગર

2. વનરાજભાઈ મધુભાઈ બલદાણીયા લેબોરેટરી વીમા એજન્ટ રે.ડુંગર

3. ઉદયસિંહ રામસિંહ રાઠોડ રે.કળિયાબીડ અક્ષરધામ એપારમેન્ટ ભાવનગર

4. જીતેશભાઈ હિમતભાઈ પરમાર રે ભાવનગર

ચારેય આરોપીની ધરપકડ કરી રાજુલા પોલીસ દ્વારા પૂછ પરછ હાથ ધરી છે અને આ મામલે પોલીસ આવતીકાલે પ્રેસકોન્ફ્રન્સ કરશે. કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ પકડી પાડવામાં રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. કેટલાક મૃતકોના ડોક્યુમેન્ટ કબજે કરવા માટેની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરી છે. વૈભવી કારો પણ પોલીસ કબજે કરી રહી હોવાનો સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.