الجمعة، 31 مارس 2023

ભરૂચ જિલ્લામાં માર્ચ મહિના દરમિયાન 42 કેસ નોંધાયા, હાલ એક્ટિવ કેસની સંખ્યા 26 | Bharuch district reported 42 cases during the month of March, currently 26 active cases | Times Of Ahmedabad

ભરૂચ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

  • કોરોનાના કારણે માર્ચ મહિનામાં 1 વ્યકિતનું મોત, 15 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા

નાણાકીય વર્ષ સાથે માર્ચ એન્ડિંગ પૂર્ણ થયો છે પણ મહામારી કોરોના હજી ગયો નથી. ભરૂચ જિલ્લામાં જ માર્ચ મહિનામાં જ કોરોનાના 42 કેસ નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં વર્ષ 2023ના પ્રારંભ સાથે માર્ચ મહિનાથી જ H3N2ની દહેશત વચ્ચે મહામારી કોરોનાએ ફરી ઉથલો માર્યો હતો. ભરૂચ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર બન્નેને લઈ ફરી સક્રિય બન્યું હતું. બે સેન્ટરો ખોલી તપાસ, નિદાન અને સારવાર તેજ બનાવી હતી.

ભરૂચ જિલ્લામાં કોરોનાના 42 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી 15 લોકો કોરોના મુક્ત થયા હતા. જ્યારે એક દર્દીનું કોરાનાના કારણે મોત થયું હતું. જિલ્લામાં હજી પણ કોવિડ 19 ના 26 પોઝિટિવ કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.