- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Hi tech Kiran Hospital 2 Will Be Built By Diamond Industrialists In Surat At A Cost Of Rs 450 Crores, The Government Has Allocated 13000 Sq.ft Of Space For Rs 80 Crores
સુરત3 મિનિટ પહેલા
- કૉપી લિંક

હીરા ઉદ્યોગપતિઓ દ્વારા મોટા વરાછામાં 450 કરોડના ખર્ચે કિરણ હોસ્પિટલ 2 બનાવમાં આવશે
ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હીરા ઉદ્યોગ કારો દ્વારા વધુ એક મલ્ટી સ્પેશિયાલિટી વાળી મોટી હોસ્પિટલ બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ હોસ્પિટલ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઓછા ખર્ચે સારી સુવિધા મળી રહે તે હેતુથી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટ હેઠળ રૂપિયા 450 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કરાયું છે. જેનું નામ પણ કિરણ હોસ્પિટલ -2 આપવામાં આવ્યું છે. આ હોસ્પિટલ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 80 કરોડની 13,000 ચોરસ વાર જગ્યા ફાળવવામાં આવી છે.
સુરતમાં વધુ એક કિરણ હોસ્પિટલ નું થશે નિર્માણ
સુરતના કતારગામ વિસ્તારમાં નિર્માણ પામેલ કિરણ હોસ્પિટલ જેવી જ સુરતના મોટા વરાછા ઉતરાણ ખાતે હીરા ઉદ્યોગ કારો મળીને વધુ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે. આ હોસ્પિટલ નું નામ પણ કિરણ હોસ્પિટલ -2 આપવામાં આવ્યું છે. આ હોસ્પિટલ સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત બનાવવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉત્તમ સારવાર મળી રહે તે હેતુથી આ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેને લઈ આ હોસ્પિટલ નું શીર્ષક પણ નાના માણસોની મોટી હોસ્પિટલ આપવામાં આવ્યું છે.
450 કરોડના ખર્ચે કિરણ હોસ્પિટલ 2 તૈયાર થશે
SDA આરોગ્ય ટ્રસ્ટના નેજા હેઠળ મોટા વરાછા – ઉત્રાણ ખાતે કિરણ હોસ્પિટલ 2 નું નિર્માણ થશે. ત્યારે આ અંગે SDA આરોગ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ નાવડીયા એ જણાવ્યું હતું કે 425 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ હોસ્પિટલમાં 450 બેડ સાથે નર્સિંગ કોલેજ નું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત આ હોસ્પિટલમાં ભવિષ્યમાં 100 બેઠકો સાથેની મેડિકલ કોલેજ શરૂ કરી શકાય તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
સરકારે 80 કરોડની જગ્યા ફાળવી આપી છે
દિનેશભાઈ નાવડીયા એ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સેવાના હેતુથી વધુ એક મલ્ટી સ્પેશિયાલિટી સુવિધા સાથેની હોસ્પિટલ બનાવવા માટે સરકાર તરફથી જગ્યા મળી રહે તેને લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તમામને રજૂઆત કરી હતી. જેમના સહયોગથી સુરત મહાનગરપાલિકા દ્વારા ટીપી 24 મોટા વરાછા રામ ચોક પાસે 13000 ચો વાર જગ્યા હોસ્પિટલ માટે ફાળવી આપી હતી.
બંને કિરણ હોસ્પિટલના નામ એક જ ડાયમંડ ઉદ્યોગપતિ આપ્યા
મહત્વની વાત તો એ છે કે સુરતના કતારગામ વિસ્તારમાં ચાલતી કિરણ હોસ્પિટલ અને નવી નિર્માણ થવા જઈ રહેલી કિરણ હોસ્પિટલ 2 આ બંને નામ એક જ ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા આપવામાં આવ્યા છે. સુરતમાં કિરણ જેમ્સ ના માલિક ઉદ્યોગપતિ વલ્લભ લાખાણી દ્વારા રૂપિયા 25 કરોડના દાનની જાહેરાત સાથે આ હોસ્પિટલ નું નામ પણ તેમણે કિરણ હોસ્પિટલ 2 રાખવા હોસ્પિટલ ના નિર્માણ માટેના હોદ્દેદારોને જણાવ્યું હતું.
આગામી ત્રણ વર્ષના નિર્માણ થઈ જશે
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટના પ્રમુખ સી પી વાનાણીએ જણાવ્યું હતું કે કિરણ હોસ્પિટલ-2નું ખાતમુહૂર્ત આગામી દશેરાના પર્વના રોજ કરવામાં આવશે. ત્યારબાદ ત્રણ વર્ષમાં જ આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવશે. સુરતના ચીકુવાડી સીએનજી પમ્પ ખાતે આવેલ સુરત ડાયમંડ એસોસીએલની હોસ્પિટલમાં પણ લોકોની રાહત દરે સારવાર કરવામાં આવે છે. ત્યારે કિરણ હોસ્પિટલ-2માં પણ આ જ પ્રકારે લોકોને રાહત દરે આરોગ્યની સુવિધા આપવામાં આવશે. આ હોસ્પિટલનું સૂત્ર જ નાના માણસોની મોટી હોસ્પિટલ રાખ્યું છે એટલે નાના માણસોને ઉત્તમ, ઓછા ખર્ચે અને અત્યંત આધુનિક મેડિકલ સારવાર મળી રહે તે જ હેતુ રહેલો છે.