Saturday, March 11, 2023

દહેગામ-કપડવંજ હાઇવે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ, 660 બોટલો સાથે એક ઝડપાયો, ડ્રાઇવર ફરાર | Liquor-laden car hits tree and overturns on Dehgam-Kpadwanj highway in police chase, one nabbed with 660 bottles, driver absconding | Times Of Ahmedabad

ગાંધીનગર8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દહેગામ કપડવંજ હાઇવે હરખજીના મુવાડા ખાતેના રોડ ઉપર વાહન ચેકીંગ દરમિયાન પહેરો તોડીને ભાગેલ કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં કાર ઝાડ સાથે અથડાઈને પલ્ટી મારી ગઈ હતી. અને કારમાંથી 660 બોટલો સાથે એક ઈસમ ઝડપાઈ ગયો હતો. જ્યારે કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે દહેગામ પોલીસે કુલ રૂ. 2 લાખ 85 હજાર 800 નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામ પોલીસ મથકના પીઆઈ બી બી ગોયલની ટીમ દહેગામ કપડવંજ હાઇવે હરખજીના મુવાડા ખાતે રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન એક સફેદ કલરની આઈ-20 ગાડી આવતા તેના ચાલકને હાથનો ઇશારો કરી ગાડી ઉભી રાખવા કહેવાયું હતું. પરંતુ ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ નહીં અને પૂરપાટ ઝડપે દહેગામ બાજુ ગાડી ભગાડી મુકી હતી.

જેનાં પગલે પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરતાં કારના ચાલકે દહેગામ કપડવંજ રોડ પર આવેલ રાજસ્થાન ઇંગ્લીશ મીડીયમ સ્કુલના કટથી થોડેક આગળ કાર પરનો કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં એક ઝાડ સાથે ગાડીને ભટકાઈ ને ગાડી પલટી ખાઈ ગઈ હતી. તે વખતે એક ઈસમ ડ્રાઇવર સાઈડનો દરજ્જો ખોલીને ભાગ્યો હતો. જેની પાછળ પોલીસે દોટ લગાવી હતી. પરંતુ ઈસમ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

જ્યારે કારમાં બાજુની સીટમાં બેઠેલ ઈસમને ઈજાઓ થવાથી પોલીસના હાથમાં આવી ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની 660 બોટલો મળી આવી હતી. આથી પકડાયેલ ઈસમની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ મંગલ ઉર્ફે મનિષ જીવાજી ગોગરા(રહે. ડુંગરપુર) તેમજ ભાગી ગયેલ ઈસમ તેનો મિત્ર દિનેશ બીશનોઈ (રહે. ઉદેપુર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી 82 હજાર 800 ની કિંમતનો દારૃ, મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ રૂ. 2 લાખ 85 હજાર 800 નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: