Monday, March 13, 2023

સુરતના કડોદરામાં તસ્કરોનો હાથફેરો, 4.57 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર | Traffickers in Kadodara, Surat stole gold and silver jewelery worth 4.57 lakhs and escaped | Times Of Ahmedabad

સુરત43 મિનિટ પહેલા

કડોદરાના મોનિકા જ્વેલર્સમાં લાખોની ચોરી.

સુરતના કડોદરા ખાતે આવેલા મોનિકા જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા બે ઈસમો જવેલર્સમાંથી 4.57 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જવેલર્સ માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મોનિકા જ્વેલર્સમાં લાખોની ચોરી
સુરતના કડોદરા ગામ ખાતે રહેતા અભિષેકભાઈ રમેશભાઈ સોની કડોદરા ગામની સીમમાં આવેલા ગીતા હાઉસમાં મોનિકા જ્વેલર્સ નામથી જ્વેલર્સનો શો રૂમ ધરાવે છે. ગતરાત્રીના 2.30 વાગ્યાના સમયે તેઓના મોબાઈલ પર શો રૂમમાં ફીટ કરેલા સિક્યોરીટી સીસ્ટમમાંથી એલર્ટ મેસેજ આવ્યો હતો. જેથી તેઓએ મોબાઈલમાં સીસીટીવી કેમેરા તપાસતા બે ઈસમો ચોરી કરતા નજરે ચઢ્યા હતા. જેથી તેઓએ પોલીસને જાણ કરી જ્વેલર્સ ખાતે પહોંચ્યા હતા.

જ્વેલર્સમાં કાચની તોડફોડ પણ કરી હતી.

જ્વેલર્સમાં કાચની તોડફોડ પણ કરી હતી.

સોના ચાંદીના દાગીના લઈ ફરાર
બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જ્વેલર્સના માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતા બે અજાણ્યા ચોર ઈસમોએ રાત્રીના દોઢેક વાગ્યેથી પોણા ત્રણેક વાગ્યા દરમિયાન શો રૂમના મેઈન ગેટની બાજુમાં આવેલી સીડીથી ઉપર ચઢી શો રૂમનો ઈમરજન્સી દરવાજાની લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તોડી પ્લાયના દરવાજાના લોક તોડી શો રૂમમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં શો રૂમમાંથી વીટી, ચેઈન, પેન્ડલ સહીત સોના ચાંદીના દાગીના મળી કુલ 4.57 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
તસ્કરોએ કરેલી આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં બે ઈસમોએ દોઢ વાગ્યાની આસપાસ શો રૂમમાં ઘૂસવાનો પ્રયાસ શરુ કર્યો હતો અને બાદમાં શો રૂમમાં ઘૂસી શોપીસમાં રહેલા 4.57 લાખના દાગીના ચોરી કરી ફરાર થઇ જતા દેખાયા હતા. આ સમગ્ર મામલે જ્વેલર્સના માલિકની ફરિયાદ લઇ પોલીસે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: