- Gujarati News
- Local
- Gujarat
- Search Operation Of DGVCL Regarding Electricity Theft In Amroli Housing, About 60 Teams Were Formed And Checked In Approximately 5 Thousand Houses
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

અમરોલી કોસાડ આવાસમાં DGVCL દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું.
સુરતના અમરોલી આવાસમાં બાકી વીજ બિલ તેમજ વીજ ચોરીને લઈને સ્થાનિક પોલીસ તેમજ વીજ કંપની દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં દંડ વસુલાત તેમજ મોટાપાયે વીજ ચોરી પકડી પાડવામાં આવી હોવાની માહિતી મળી હતી. અહીં 60 જેટલી ટીમો બનાવી 5 હજારથી વધુ ઘરોમાં સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
60 જેટલી ટીમો સાથે 5 હજાર ઘરોમાં સર્ચ ઓપરેશન કરાયું
સુરતના અમરોલી એમએમસી આવાસમાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈએ ડીજીવીસીએલ હરકતમાં આવ્યું હતું. જીઈબીના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા વહેલી સવારથી જ અહીં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 60 જેટલી ટીમો બનાવી 5 હજારથી વધુ ઘરોમાં સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે.
મોટાપાયે વીજ ચોરી ઝડપાઈ
વહેલી સવારથી જ વીજ કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મોટાપાયે વીજ ચોરી ઝડપાઈ હોવાની માહિતી મળી રહી છે. તેમજ જ્યાં જ્યાં વીજ ચોરી ઝડપાઈ હતી ત્યાંથી મીટર તેમજ જેના વીજ બીલ બાકી હોય ત્યાંથી દંડ સહિતની વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું.
DGVLCનું મેગા સર્ચ ઓપરેશન
DGVCLએ અંદાજીત 60 જેટલી ટીમો બનાવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખી અંદાજીત 5 હજાર જેટલા ઘરોમાં સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીની આ કાર્યવાહીને લઈને વિજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ વિસ્તારમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે DGVCL દ્વારા આ પ્રકારે પ્રથમ વખત મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓની ટીમને જ્યાં જ્યાંથી વીજ ચોરી પકડાઈ છે. તે અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.
વીજ અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ જોડાઈ
પીઆઈ સી.કે. ચૌધરીએ જણાવ્યું હતું કે અમરોલી આવાસમાં ઘણી વીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી. જેને લઈને સ્થાનિક પોલીસ અને જીઈબીના અધિકારીઓ સાથે અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં ઘણી ચોરી પકડાઈ છે. તેમજ વીજ બીલ બાકી હોય ત્યાંથી વસુલાત પણ કરવામાં આવી રહી છે.