ગોંડલના મણીમાંએ 5મી પેઢીએ પરિવારમાંથી અંતિમ વિદાય લીધી | In Gondal's Maniman, the 5th generation bids its final farewell to the family | Times Of Ahmedabad

ગોંડલ4 કલાક પહેલા

  • કૉપી લિંક

માનવનું જીવન અને મૃત્યુ આ બને કુદરતના હાથમાં નિશ્ચિત છે. જ્યારે કોઈ વ્યક્તિનું નિધન થાય અને તેમને ભારે હૈયે પરિવારજનો દ્વારા અંતિમ વિદાય આપવામાં આવે છે. ત્યારે ગોંડલમાં રહેતા મણીબેન ઉર્ફે મણીમાં એ એક બે કે ત્રણ નહીં બલ્કે પાંચ-પાંચ પેઢી સાથે જીવન વિતાવી દરેક સુખ અને દુઃખમાં ભાગીદાર બન્યા હતા. ત્યારે પરિવારજનોએ મણીમાંની અંતિમ વિદાય વાજતે ગાજતે કાઢી હતી.

મણીમાંના પરિવારમાં 50થી વધુ સદસ્યો
ઠુંમર પરિવારના મોભી વિનુભાઈ ઠુંમરના જણાવ્યા અનુસાર મણીમાંના પરિવારમાં 50થી વધુ સદસ્યો ધરાવતો પરિવાર છે. આજ સુધી મણીમાંએ હોસ્પિટલ કે દવાનો આસરો નથી લીધો. આ ઉપરાંત દરેક તહેવાર કે કોઈ પરિવારનો પ્રસંગ હોઈ ‘બા’ હંમેશા અગ્રેસર રહેતા અમારા પુત્ર-પુત્રીઓ કે એમના પુત્ર-પુત્રીઓને તેમના ખોળે રમાડેલા છે

કમળાની માળા બનાવી આપતા
આઝાદી પહેલાથી ગોંડલમાં વર્ષોથી ઠૂંમર નિવાસથી ખ્યાતિ પ્રાપ્ત છે, ખાસ કરી અહીં આસપાસના લોકોને કમળો થતો તો તેમની માળા પણ મણીમાંના પુત્ર પરષોત્તમ ઠુમ્મર દ્વારા હાથેથી બનાવી આપતા અનેક લોકો આ સેવાનો લાભ લઇ ચુક્યા છે અને ઘણા લોકોને કમળા જેવા રોગોથી મુક્તિ પણ મળી છે.

મણીમાં અચૂક મતદાન કરતા
ગોંડલના મહાદેવવાડી વિસ્તારમા રહેતા અને ખેતી તથા ડેરી ફાર્મનો વ્યવસાય સાથે સંકળાયેલ ઠુંમર પરિવારના માતુશ્રી મણીબેન પોપટભાઈ ઠુંમર 106 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને પાંચ પુત્ર અને એક પુત્રી એમ છ સંતાનના માતા હતા. મણીમાં આજ સુધી સ્થાનિક ચૂંટણી હોઈ કે લોકસભા કે ધારાસભાની ચૂંટણી હોઈ મણીમાં હર હંમેશ મતદાન અચૂક કરવા જતાં હતા. તે સાથે ઘરના તમામ સદસ્યોને પણ પ્રેરણા આપતા હતા.

પરિવારના સભ્યોએ મણીમાંની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી
ઠૂંમર પરિવારના મોભી એવા મણીમાં તેમના જીવનમાં અનેક સુખ અને દુઃખ જોયા છે. સંઘર્ષભર્યા જીવનમાં કોઈ દિવસ કોઈ પાસે કાઈ માંગ્યું નથી અને પરિવાર સદસ્યો પાછળ વાડી લીલી મુક્તા ગયા છે. જીવનમાં અનેક ઉત્તર ચઢાવ જોયા છે. તેમના પરિવારના સદસ્યો પાસે મણીમાંએ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારો જીવ જાય ત્યારે પાછળ કોઈ રોતા નહીં અને દુઃખીના થવું જે પરિવારના સદસ્યોએ મણીમાંની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી.

અંતિમ વિદાય માં મોટી સંખ્યામાં લોકો જોડાયા
મણીબેન તંદુરસ્ત તેમની જીવન યાત્રાના 106 વર્ષ જીવ્યા હતા અને અચાનક જ અંતિમ શ્વાસ લેતા તેમનું અવસાન થયું હતું. ત્યારે પરિવારજનોએ 5 પેઢીએ મણીમાંને વિદાય આપી હતી. સાથે સાથે તેમની ઈચ્છા અનુસાર વાજતે ગાજતે તેમને વિદાય આપવામાં આવી હતી. ઘર બહાર કુમકુમ-મગ-ફુલહારથી સાથિયા કરવામાં આવ્યા હતા. તેમજ શાંતિરથને ફુલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. અંતિમ યાત્રા દરમ્યાન સમગ્ર રૂટ પર પુષ્પ અને અબીલ ગલાલ પધરાવી મણિમાંને વિદાઈ અપાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સાગા-સ્નેહીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post