નડિયાદ5 કલાક પહેલા
- કૉપી લિંક
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. ના સંયુક્ત ઉપક્રમે વૈશ્વિક પરિપ્રેક્ષ્ય ઐતિહાસિક એવર પ્રવાસન સ્થળ વડતાલ ધામ ખાતે ‘આજ અને કાલ’ વિષય પર આગામી 31મી માર્ચના રોજ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરાયું છે.
શૈક્ષણિક વિદ્યાધામોનો MOU દ્વારા અનુબંધ સાંધી શૈક્ષણિક કાર્યને વધુ ઘનિષ્ઠ બનાવવું
વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ પરિસંવાદના હેતું જણાવતાં જણાવે છે કે, ધાર્મિક પ્રવાશન સ્થળ વડતાલ ધામના ઐતિહાસિક વારસાને ધરોહરથી જનસમુદાયને અભિમુખ કરવા ધાર્મિક પ્રવાસન સ્થળ વડતાલ ધામના વિકાસ માટેની પ્રવૃત્તિઓને વેગ આપવો, ધાર્મિક પ્રવાસન સ્થળ વડતાલ ધામની મુલાકાતે આવનાર યાત્રિકોની સુવિધાઓમાં વધારો કરવો, પ્રવાસન સ્થળ અને શૈક્ષણિક વિદ્યાધામોનો MOU દ્વારા અનુબંધ સાંધી શૈક્ષણિક કાર્યને વધુ ઘનિષ્ઠ બનાવવું તેમજ પ્રવાસનધામોની મુલાકાત દ્વારા સંસ્કૃતિનું સંવર્ધન અને સંરક્ષણ કરવું.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામને વૈશ્વિક ધરોહરમાં સ્થાન અપાવવા સધન પ્રયત્નો કરવા
આ ઉપરાંત ભવિષ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય પ્રવાસન સ્થળ તરીકે વધુને વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસી યાત્રી મુલાકાત લેતા થાય તેવા આયોજન કરવા, વડતાલ ધામના આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસાના જતન માટે ઉત્સવ સમૈયાનું આયોજન કરવું, રોકાણકારોના સહયોગથી પ્રવાસન પરિયોજનાઓનો વિકાસ કરવો, વડતાલ ધામના પ્રચાર અને પ્રસાર સંદર્ભે પરીસંવાદોનું આયોજન કરવું, સમૂહ માધ્યમોનો ઉપયોગ દ્વારા પ્રવાસીઓ અને યાત્રીઓને વડતાલ સંદર્ભે માહિતી અને માર્ગદર્શન આપવું, સ્વામિનારાયણ મંદિર વડતાલધામને વૈશ્વિક ધરોહરમાં સ્થાન અપાવવા સધન પ્રયત્નો કરવા.