Saturday, March 11, 2023

ભાવનગરના રીંગરોડ પરથી 5થી વધુ રેસ્ટોરન્ટ આગળના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું | More than 5 restaurants on Bhavnagar's ring road were bulldozed again | Times Of Ahmedabad

ભાવનગર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર મહાનગર પાલિકા દબાણ હટાવો સેલ દ્વારા કમિશનરની સૂચના તળે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જેના પગલે આજે સવારથી શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપથી સર્કલ રીંગ રોડ પર રેસ્ટોરન્ટઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો મહાનગર પાલિકાના દબાણ હટાવો સેલે તોડી પાડ્યા હતા, આ ઉપરાંત બાકડા, પાટિયા, લારી-ગલ્લા અને હોલ્ડિંગ દબાણ હટાવો સેલની ટીમે કબજે કર્યા હતા.

ટ્રાફિકને અડચણ રૂપ થતા દબાણો હટાવ્યાં​​​​​​​
આ અંગે દબાણ હટાવ સેલના અજીતસિંહ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મંત્રેશ કોમ્પલેક્ષથી રિંગ રોડ સુધી મોટાભાગના રેસ્ટોરન્ટ માલિકો દ્વારા મોટું દબાણ કરી લેવામાં આવ્યું હોય આ દબાણો મહાનગર પાલિકાના દબાણ હટાવો સેલે હટાવી દીધા હતા. ત્યારે બીજી તરફ કમિશનર ઉપાધ્યાયએ ભાવનગર શહેરની મધ્યમાં આવેલી શાકમાર્કેટ વિભાગમાં રાઉન્ડ લગાવી દીધો હતો, કાચા પાકા ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલા દબાણ તોડી પાડ્યા હતા, મહાનગરપાલિકાની જમીન અને રોડ રસ્તા ખુલ્લા કરી દેવામાં આવ્યાં હતા. ગેરકાયદેસર રીતે દબાવેલી જમીનો અને ટ્રાફિકને અડચણ રૂપ થતા દબાણો હટાવી દીધા હતા. ભાવનગર મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ ત્રણ બુલડોઝર અને ફાયર બ્રિગેડ સાથે મંત્રેશ કોમ્પલેક્ષથી લઈ રિંગ રોડ સુધીના દબાણો હટાવ્યાં હતા​​​​​​​

​​​​​​​મનપાએ કમિશ્નરે શાકમાર્કેટમાં લગાવ્યો રાઉન્ડ
ભાવનગર શહેરની મધ્યમાં આવેલી શાકમાર્કેટમાંથી ગઈકાલે જ ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલા દબાણો અને લારી ગલ્લાઓ મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે હટાવી દીધા હતા. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાય ખુદ આજે સવારના સમયે શાક માર્કેટમાં રાઉન્ડ લગાવ્યો હતો અને ચકાસણી કરી હતી કે, ગઈકાલે હટાવેલા દબાણો લારી ગલ્લાઓ ફરી વખત મુકાયા તો નથી ને અને ફરી વખત મુકાયેલા દબાણો હટાવી દીધા હતા તદુપરાંત ભાવનગર શહેરના રૂપમ ચોક, શાકમાર્કેટ અને પીરછલ્લા શેરીમાંથી ગેરકાયદેસર ખડકાયેલા દબાણો હટાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: