- Gujarati News
- Local
- Gujarat
- Surat
- A 50 Feet Tall Tree Fell On 3 To 4 Houses In Surat Due To Heavy Rains With Strong Winds, Damage To House Sheets And Walls
સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક

ગાજવીજ સાથે વરસાદ પડતા 50 ફૂટ લાંબું ઝાડ મકાનો ઉપર પડતા નુકસાન.
સુરતના છપરાભાઠા વરીયાવ તાડવાડી પાસે એક આશરે 50 ફૂટ લાંબુ ઝાડ તૂટીને પડ્યું હતું. જેથી ત્યાં રહેલા 3થી 4 ઘરોના પતરા અને દીવાલ તૂટી ગR હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ઝાડને 3 ભાગમાં કાપીને દુર કર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
ભારે પવન સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રીના સમયે ગાજવીજ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. તેમજ ભારે પવન પણ ફુંકાઈ રહ્યો હતો ત્યારે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છાપરાભાઠા તાડવાડી સ્થિત મધર ટેરેસા હોસ્પિટલની સામે આશરે 50 ફૂટ લાંબુ તાડનું ઝાડ એકાએક તૂટીને ત્યાં રહેલા ઘરો પર પડ્યું હતું. ઝાડ એકાએક તૂટીને પડતા ત્યાં રહેલા 3થી 4 ઘરોના પતરા અને દીવાલોને નુકશાન થયું હતું. ધડાકાભેર ઝાડ 3થી 4 ઘરો પર પડતા અને પતરા તૂટી જતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ રહીશો પણ જાગી ગયા હતા અને બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી
ઘરના પતરા અને દિવાલને નુકસાન થયું: ફાયર ઓફિસર
ફાયર ઓફિસર પ્રીન્તેશ પટેલે જણાવ્યું હતું કે વહેલી સવારે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો. જેથી અમારી કોસાડ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ઘટના સ્થળે જઈને જોયું તો આશરે 50 ફૂટનું તાડનું ઝાડ તૂટીને 3થી 4 ઘરો પર પડ્યું હતું. જેથી ઘરોના સિમેન્ટના પતરા અને દીવાલોને નુકશાન થયું હતું. ત્યારબાદ અમે ઝાડને 3 ભાગમાં કટિંગ કરીને ઘરોને વધુ નુકશાન ન થાય તે મુજબ ગાડીથી ખેંચીને ધીમે ધીમે નીચે ઉતાર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.