- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- Villagers Upset Over Non reconstruction Of Check Dam That Collapsed Four Years Ago In Dhadhar River Near Manganad Village In Jambusar
ભરૂચ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

આમોદથી જંબુસર તાલુકાના મંગણાદ ગામની સીમમાં ઢાઢર નદીનો ચેકડેમ છેલ્લા ચાર વર્ષથી તૂટી પડતા ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આમોદ તાલુકાના પુરસા ગામથી કાચા રસ્તે જંબુસર તાલુકાના મંગણાદ ગામને જોડતી ઢાઢર નદી ઉપર ચેકડેમ તૂટી પાડ્યો હતો જેને લઇ બંને ગામના ગ્રામજનો મુશ્કેલીને સામનો કરી રહ્યા છે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીની રજુઆતને ધ્યાનમાં રાખી ઢાઢર નદી ઉપર 11 લાખના ખર્ચે આડ બંધનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 4 વર્ષથી આ ચેકડેમ તૂટી પડતા અનેક ગામોના લોકોએ 15થી વધુ કિલોમીટરનો ફેરાવો પડતો હોવાની બુમો ઉઠી છે.

આ ચેકડેમને પગલે આમોદ,મંગણાદ,મહાપુરા,પૂરસા ખાનપુરના ખેડૂતો સિંચાઈ માટે ઢાઢર નદીના મીઠા પાણીનો ઉપયોગ કરતા હતા હાલ ચેકડેમ તૂટી પડતા દરિયાના ખાના પાણી નદીમાં ભળી જતા સિંચાઈ માટે ઉપયોગ થતો નથી આ બાબતે માજી ધારાસભ્ય સંજય સોલંકીએ વિધાનસભામાં રજૂઆત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આ આડ બંધ બાંધવાની મંજુરી પણ મળી હતી પરંતુ આજદિન સુધી કોઈપણ જાતની કામગીરી હાથ નહી ધરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.