Thursday, March 9, 2023

જૂનાગઢ ટ્રાફિક પોલીસે જાવિયા સ્કૂલ પાસે ચેકિંગ કર્યું તો 50 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર વાહન ચલાવતા મળી આવ્યા | When the Junagadh traffic police checked near Javia School, 50 students were found driving without a license | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

  • પોલીેસ વાલીઓને બોલાવી વાહનોને ડીટેઈન કરી કાર્યવાહી હાથ ધરી

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી જાવિયા સ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવા છતા વાહનો લઈને આવતા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. જેના પગલે ટ્રાફિક પોલીસે આજે સ્કૂલ નજીક ચેકિંગ ડ્રાઈવર યોજી 50 જેટલા લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને ઝડપી તેમના વાલીઓને બોલાવ્યા હતા અને વાહનો ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લાયસન્સ મેળવવાની ઉમંર ન થઈ હોય તેમ છતા વાલીઓ પોતાના સંતાનને વાહન ચલાવવા માટે આપી દેતા હોય છે. ક્યારેક વિદ્યાર્થીઓ અકસ્માત સર્જતા હોય છે જેમાં તેઓ પોતે અથવા સામેની વ્યકિત ભોગ બનતા હોય છે. ત્યારે જૂનાગઢ ટ્રાફિક પોલીસને વિદ્યાર્થીઓ લાયસન્સ વગર જ વાહન ચલાવતા હોવાની માહિતી મળી હતી. જેથી આજે ટ્રાફિક પોલીસે ઝાંઝરડા રોડ પર આવેલી જાવિયા સ્કૂલ પાસે ચેકિંગ ડ્રાઈવ યોજી હતી. જેમાં એક જ શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓ લાયસન્સ વગર જ વાહન ચલાવતા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે તમામ વિદ્યાર્થીઓના વાલીઓને ઘટનાસ્થળ પર બોલાવી વાહનો ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે શાળા સંચાલકોને પણ વિદ્યાર્થીઓ લાયસન્સ વગર વાહન લઈને શાળામાં ન આવે તેનું ધ્યાન રાખવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: