Thursday, March 9, 2023

ગાંધીનગરનાં સરગાસણ આશકા હોસ્પિટલ નજીક નવા શરૂ થઈ રહેલા ડીમાર્ટ મોલ માટે રોજગાર ભરતી મેળો યોજાશે | A job recruitment fair will be held for the newly opened Demart Mall near Sargasan Astha Hospital, Gandhinagar | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાધીનગર જિલ્લા રોજગાર કચેરી અને ડી- માર્ટના સંયુક્ત ઉપક્રમે 15 મી માર્ચનાં રોજ સવારે 10:00 કલાકે ડી- માર્ટ, ક્રોમા શોરૂમ પાસે, આશકા હોસ્પિટલની સામે સરગાસણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં દેશની પ્રસિદ્ધ રિટેલ સર્વિસ કંપની ડી- માર્ટ ભાગ લેશે.

જેમાં સેલ્ફ એસોસિયેટ, કેશિયર, પેકર, હાઉસ કીપિંગ, ફેસીલીટી સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ સહિતની જગ્યા માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેઓ ધો.8 પાસ, 10 પાસ કે 12 પાસ થયા હોય તેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 25 વર્ષની વય ધરાવતા અને હાઉસ કીપિંગ તથા સિક્યુરિટી માટે 18 થી 40 વર્ષની વય ધરાવતા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે.

ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભરતી મેળાના સ્થળ પર પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ ડોક્યુમેન્ટ અને બાયોડેટા સહિત ઉપસ્થિત રહેવાનું રહેશે. વધુ માહિતી માટે રોજગાર હેલ્પલાઇન નંબર 6357390390 પર ફોન કરી અથવા જિલ્લા રોજગાર કચેરી સી-વિંગ, પ્રથમ માળ, સહયોગ સંકુલ ,સેક્ટર 11 ગાંધીનગરની રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: