રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 એપ્રિલથી 51,184 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. સેમેસ્ટર 4, 5, 8 અને 10ના 51 કોર્સના વિદ્યાર્થીઓની 132 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન લોકો યુનિવર્સિટીની વેબસાઈટ પરના સીસીટીવીથી પરીક્ષાર્થીઓને એક્ઝામ આપતા લાઈવ નિહાળી શકશે.
સેમેસ્ટર 1, 2 અને 4માં આટલા વિદ્યાર્થીઓ
યુનિવર્સિટીમાં શરુ થનારી આ પરીક્ષામાં સેમેસ્ટર 1માં પી.જી.ડી.બી.એલ.માં 26, પી.જી.ડી.એમ.સી.માં 2. સેમેસ્ટર 2માં બી.જે.એમ.સી.માં 90, એમ.જે.એમ.સી.માં 46, પી.જી.ડી.એમ.સી.માં 23, સેમેસ્ટર 4માં એમ.એ. રેગ્યુલરના 443, એક્સ્ટર્નલના 1,738, એમ.એસ.ડબલ્યુ.માં 278, એમ.કોમ. રેગ્યુલરના 1143 અને એક્સ્ટર્નલના 2,163 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બી.એ. રેગ્યુલરમાં 10,901 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
એમ.એસસી.એચ.એસ.માં 33, એલ.એલ.એમ.માં 22 અને એચ.આર.માં 30, એમ.બી.એ.માં 84, બેંકિંગ એન્ડ ફાઈનાન્સમાં 16, એમ.આર. 699, એલ.એલ.બી.માં 1,873, બી.પી.એ.માં 30, બી.આર.એસ.માં 131, એમ.પી.એ.માં 7, સી.એ.માં 50, એમ.એસસી.આઈ.ટી.માં 161, બી.એસ.ડબલ્યુ.માં 147, સેમેસ્ટર 6માં બી.એ.આઈ.ડી.માં 43, બી.એ. રેગ્યુલરમાં 10,901 અને એક્સ્ટર્નલમાં 2,805, બી.એસ.ડબલ્યુ.માં 147, બી.કોમ. રેગ્યુલરમાં 16,293 અને એક્સ્ટર્નલમાં 654, બી.એ.બી.એડ.માં 42 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બી.એસસી.માં 3,011 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બી.એસસી.એચ.એસ.માં 167, બી.એ.એલ.એલ.બી.માં 1, એલ.એલ.બી.માં 1,637, બી.બી.એ.માં 2,478, બી.એચ.ટી.એમ.માં 16, બી.પી.એ.માં 22, બી.આર.એસ.માં 125, બી.સી.એ.માં 2,981, બી.એસસી.આઈ.ટી.માં 157, બી.એસસી.માં 3,011, બી.એસસી. એપ્લાયડ ફિઝિક્સમાં 6, બી.એમ.એસસી. બાયોઇન્ફોમાં 1, બી.ડિઝાઈનમાં 13 જ્યારે બી.એ.બી.એડ. સેમમેસ્ટર 8માં 30, બી.એ.એલ.એલ.બી. સેમેસ્ટર 8માં 2 અને સેમેસ્ટર 10માં 41, બી.એસસી. એપ્લાયડ ફિઝિક્સ સેમેસ્ટર 8માં 11 અને સેમેસ્ટર 10માં 10 જ્યારે ડી.એમ.એલ.ટી.માં 316 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.