Saturday, March 11, 2023

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર રાજસ્થાનથી ટ્રકમાં લવાતો 5.24 લાખનો દારૂ ઝડપાયો | 5.24 lakh worth of liquor being transported in a truck from Rajasthan was seized on the Vadodara-Ahmedabad Express Highway. | Times Of Ahmedabad

વડોદરા30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મારબલ પથ્થરની આડમાં દારુ લાવનાર ટ્રક ચાલક-ક્લિનરની પોલીસે ધરપકડ કરી. - Divya Bhaskar

મારબલ પથ્થરની આડમાં દારુ લાવનાર ટ્રક ચાલક-ક્લિનરની પોલીસે ધરપકડ કરી.

ટ્રકમાં માર્બલની આડમાં વડોદરા તરફ લાવવામાં આવી રહેલો ભારતીય બનાવટનો રૂપિયા 5.24 લાખની કિંમતનો દારૂ જિલ્લા પોલીસે એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે માર્બલ, ટ્રક સહિત રૂપિયા 16.61 લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે ત્રણ રાજસ્થાની આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ વડોદરા તરફ આવી રહ્યો હતો
મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પી.આઇ.ને માહિતી મળી હતી કે, ટ્રકમાં મારબલની આડમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો અમદાવાદ થઇ વડોદરા તરફ આવી રહ્યો હતો. આ માહિતી મળતાજ તેમણે પેટ્રોલિંગ કરી રહેલી ટીમને એક્સપ્રેસ હાઇવે ઉપર આજોડ ગામની સીમમાં વોચમાં ગોઠવી દીધા હતા.

રાજસ્થાનથી ટ્રકમાં દારુ લવાતો હતો

રાજસ્થાનથી ટ્રકમાં દારુ લવાતો હતો

માર્બલની બિલ્ટી બતાવી
દરમિયાન અમદાવાદ તરફથી માહિતીવાળી ટ્રક આવી પહોંચતા વોચમાં ગોઠવાયેલી એલ.સી.બી.ની ટીમે ટ્રકને રોકી હતી અને ટ્રક ચાલકની ટ્રકના સામાન અંગે પૂછપરછ કરતા તેણે માર્બલ હોવાનું જણાવ્યું હતું. બિલ્ટી પણ બતાવી હતી. પોલીસે પણ ટ્રકમાં તપાસ કરતા પ્રાથમિક તપાસમાં ટ્રકમાં માર્બલ ભરેલા જણાઇ આવ્યા હતા.

ટ્રક ચાલક-ક્લિનરની ધરપકડ
દરમિયાન પોલીસે ટ્રકમાં વધુ તપાસ કરતા 125 પેટી ભારતીય બનાવટનો દારુ તેમજ બિયર અને ટ્રેટાના 5376 પાઉચ મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 5,24,400 નો દારુ કબજે કરવા સાથે ટ્રકમાં સવાર ચાલક-ક્લિનરો દેવનાથ કેશુનાથ યોગી (રહે. જેતી ગામ, જિલ્લો ભીલવાડા, રાજસ્થાન), અને રામસીંગ જાલમસીંગ ચૌહાણ (રહે. રાતીતલાઇ ગામ, જિલ્લો રાજસમન, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

દારુ મોકલનાર વોન્ટેડ
પોલીસે દારુ અંગે પૂછપરછ કરતા ચાલક અને ક્લિનરે જણાવ્યું હતું કે, આ દારુનો જથ્થો હરીસીંગ રાજપુતે (રહે. વાગોલ ગામ, જિલ્લો રાજસમન, રાજસ્થાન) ભરાવ્યો હતો. અને વડોદરા એક્સપ્રેસ હાઇવે ક્રોસ કર્યા બાદ ફોન કરવાનો હતો. ફોનમાં જે સ્થળ બતાવે ત્યાં પહોંચતો કરવાનો હતો. જોકે, હરીસીંગ ચાવડાને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ
એલ.સી.બી. પોલીસે આ બનાવમાં દારુનો જથ્થો, મારબલનો જથ્થો, ટ્રક, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ્લે રૂપિયા 16,61,700 નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક-ક્લિનર તેમજ દારુ મોકલનાર સામે મંજુસર પોલીસ મથકમાં એલ.સી.બી.ના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહે ફરિયાદ નોંધાવી હતી. મંજુસર પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: