Sunday, March 12, 2023

વલસાડ જિલ્લામાં 55 કેન્દ્રો ઉપર 171 બિલ્ડીંગોમાં 2066 વર્ગ ખંડમાં CCTV કેમેરાની બાજ નગર નીચે 58 હજારતી વધુ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે | Over 58,000 students will appear for the board exams under the cover of CCTV cameras in 2066 classrooms in 171 buildings across 55 centers in Valsad district. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Over 58,000 Students Will Appear For The Board Exams Under The Cover Of CCTV Cameras In 2066 Classrooms In 171 Buildings Across 55 Centers In Valsad District.

વલસાડ23 મિનિટ પહેલા

વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનારી બોર્ડની પરિક્ષાને લઈને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને કાઈને શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કુલ 55 કેદ્રો ખાતે આવેલી 171 શાળાઓના 2066 વર્ગ ખંડમાં CCTV કેમેરાની બાજ નજર વચ્ચે કુલ 58,738 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરીને શાંતિપૂર્ણ માહોલમાં અને ભય મુક્ત વર્તવારણમાં પરીક્ષા આપે તે રિતનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજે વલસાડ જિલ્લાના સ્ટ્રોંગ રૂમ ખાતે બોર્ડની પરીક્ષાનું સાહિત્ય અને પ્રશ્નપત્રો આવી પહોંચ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ પ્રશ્નોપત્રોને સ્ટ્રોંગ રૂમમાં સાચવવામાં આવશે. પેપર લીક થતા અટકાવવા માટે બોર્ડ દ્વારા પેપર ટ્રેસિંગ સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. જેના આધારે પેપર લિંક થતા અટકાવી શકશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આવેલી ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા લેવામાં આવશે.

વલસાડ જિલ્લામાં SSC બોર્ડની પરીક્ષા માટે માધ્યમિક બોર્ડની પરીક્ષા કુલ 32 કેન્દ્રોમાં આવેલી 94 શાળાઓમાં આવેલા 1125 વર્ગ ખંડમાં CCTV કેમેરાની બાજ નજર વચ્ચે SSCની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 33,849 વિદ્યાર્થીઓ ભય મુક્ત વર્તવારણમાં પરીક્ષા આપશે. તામાં પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. સાથે ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે વલસાડ જિલ્લામાં નોંધાયેલા 23 કેન્દ્રોમાં આવેલી 77 શાળાઓના 941 વર્ગ ખંડમાં CCTV કેમેરાની બાજ નજર વચ્ચે બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 24,889 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તે પૈકી HSC સામાન્ય પ્રવાહમાં 16 પરીક્ષા કેન્દ્રોમાં આવેલી 49 શાળાઓના 575 વર્ગ ખંડમાં બોર્ડમાં પરીક્ષા માટે નોંધાયેલા 17,568 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે જ્યારે HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં વલસાડ જિલ્લાના 7 કેન્દ્રોમાં આવેલી 28 શાળાઓમાં આવેલા 366 વર્ગ ખંડ માં CCTVની બાજુ નજર વચ્ચે કુલ 7,321 વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા આપશે.

બોર્ડની પરીક્ષા બોર્ડના તમામ નિયમોનું પાલન વચ્ચે શાંતિ પૂર્ણ મહોલમા પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચના રોજ યોજાશે જે માટે SSC અને HSCના બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો અને સાહિત્ય ઝોન ખાતે આવી ગયા છે. બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં સિલ કરીને મુકવામાં આવ્યા છે. પેપર લીક થતા અટકાવવા માટે શિક્ષણ વિભાગે પેપર ટ્રેસિંગ સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. જેના આધારે પેપર લીક થવાની શકયતા જ નથી. સાથે શાળાઓમાં સુપર વાઇઝરના તમામના મોબાઈલ ફોન ના શાળાના લોકરમાં મુકવામાં આવશે. સિદ્યાર્થીઓને પણ પરીક્ષા દરમ્યાન કોઈપણ ગેરરીતિ અટકાવવા માટે શિક્ષણ બોર્ડ સુસજ્જ છે. તમામ પરિક્ષાર્થીઓને કોઈપણ ડીઝીટલ ડીવાઇઝ સાથે ન લાવવા શિક્ષણ વિભાગે સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: