- Gujarati News
- Local
- Gujarat
- Patan
- In Patan, VHP And Bajrang Dal Distributed Mohanthal Prasad In Various Temples After Stopping Mohanthal Prasad At Ambaji Temple.
પાટણ13 મિનિટ પહેલા
- કૉપી લિંક

યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ શરૂ કરવા મામલે રોષ દિનપ્રતિદિન વધતો જાય છે. વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ યાત્રા મહાસંઘના કાર્યકર્તાઓએ શનિવારે મોટી સંખ્યામાં એકઠા થઈ ધરણાં પ્રદર્શન કરી જય જય અંબેના જય કારા અને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. રવિવારે ગુજરાતના તમામ મંદિરોમાં મોહનથાળ પ્રસાદ ધરાવી વિશેષ પૂજન અર્ચન કરવાનું વિશ્વ હિન્દુ પરિષદનું આયોજન કરાયું હતું જેને લઈ પાટણ શહેર ના જલારામ મંદિર બહાર વિશ્વ હિન્દુ પરિષદ દવર મોહનથાળ નો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો.

અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજ્ય વ્યાપી ધાર્મિક સ્થળો પર મોહનથાળના પ્રસાદનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પાટણ શહેરમાં પણ વીએચપીને બજરંગ દળ દ્વારા શહેરના વિવિધ મંદિરોમાં મોહનથાળ ના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું