السبت، 25 مارس 2023

છોટા ઉદેપુર ખાતે સાંસદની હાજરીમાં કાર્યક્રમ યોજાયો; 598 લાભાર્થીઓને રૂ. 74 લાખના 862 સાધનો વિતરણ કરાયા | Program held at Chhota Udepur in presence of MP; 598 beneficiaries Rs. 862 tools worth 74 lakhs were distributed | Times Of Ahmedabad

છોટા ઉદેપુર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુર ખાતે આજરોજ સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની હાજરીમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 598 લાભાર્થીઓને રૂ. 74 લાખના સાધનની સહાય આપવામાં આવી હતી.

છોટા ઉદેપુર સ્વામિનારાયણ સત્સંગ હોલમાં આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિકલાંગ સશક્તિકરણ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરનો આશય દિવ્યાંગજનોના જીવનમાં પરિવર્તન લાવવા માટે કેન્દ્ર સરકારની એડીપ યોજના હેઠળ સહાયક ઉપકરણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના 598 લાભાર્થીઓને રૂ. 74 લાખના 862 સાધનની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધન સહાયમાં મોટરવાળી ટ્રાઇસિકલ 46, સાદી ટ્રાઇસિકલ, ફોલ્ડિંગ વ્હીલ ચેર 91, સિપી ચેર 15, અંડરઆર્મ સપોર્ટ સ્ટીક (ઘોડી) 188, વોકિંગ સ્ટીક 136, રોલેટર 5, ટી.એલ.એમ. કીટ 72, બ્રેલ કિટ 1, સ્માર્ટ ફોન 42, એડિયલ કીટ 22, બ્રેલ કેન 86, હિયરિંગ મશીન 82 મળી કુલ 862 સાધન સામેલ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.