السبت، 25 مارس 2023

ભુજના લોહાણા મહાજન દ્વારા શહેરના શ્રમ વિસ્તારમાં જરૂરતમંદ લોકોને ભોજન વિતરણ કરાયુ | Bhuj Lohana Mahajan distributed food to the needy people in the labor area of the city | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભુજ લોહાણા મહાજન દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલજીની જન્મજયંતિના ઉજવણી પ્રસંગે વર્ષોજુની મહાજન પરંપરાને અનુસરીને શહેર તથા આસપાસનાં શ્રમ વિસ્તારમાં રહેતા દ્રરિદનારાયણોને મિષ્ટાન-ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ વાહન દ્વારા ભોજન વિતરણ વેળાએ સમાજ અગ્રણીઓ જોડાયા હતા.

વર્ષોથી દાન ધર્મની ચાલી આવતી મહાજન પરંપરાને ભુજ લોહાણા મહાજન કાયમ અનુસરતું રહયું છે. ત્યારે સંત શિરોમણી જલારામ બાપાના આદર્શો સાથે લોકસેવાના કાર્યો અંતર્ગત આસપાસ કોઇ વ્યકિત ભૂખ્યું ન સુવું જોઇએ તેવા હેતુસર જલારામ જયંતિ હોય કે દરિયાલાલ જયંતિ મહાજન ધ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવતું હોવાનું યાદીમાં જણાવાયું હતું. તે પ્રમાણે જ્ઞાતિ સમૂહપ્રસાદના દિવસે વહેલી સવારે ભુજ તથા આસપાસમાં વસતાં 3 હજાર જેટલાં દ્રરિદનારાયણોને મિષ્ઠાન-ભોજન પ્રસાદ જમાડવાની વ્યવસ્થા મહાજનવાડીનાં રસોડેથી થતી હોય છે.

ભોજન પ્રસાદ વિતરણ વેળાએ મહાજન પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર, મંત્રી હિતેશભાઇ ઠકકરની આગેવાની હેઠળ, મહાજનનાં પૂર્વ ઉપપ્રમુખ નવિનભાઇ મનજીભાઇ આઇયા પરીવારનાં આર્થિક સહયોગથી, મનુભાઇ અને તેમની ટીમે ભુજ તથા આસપાસનાં વિસ્તારોમાં રૂબરૂ જઇને દ્રરિદનારાયણોને પ્રસાદ વિતરણની જવાબદારી સંભાડી હતી.ખજાનચી મૂળરાજભાઈ ઠકકર, સહમંત્રી સંજય ઠકકર, દરિયાલાલ જયંતિનાં મુખ્ય દાતા ચેતનભાઇ ઠકકર, વિરાગ શેઠ, જયસુખ માણેક, હર્ષદ ઠકકર (હકી), જયંત ઠકકર, રસોઇની સેવા આપતાં ધર્મેશભાઇ ઠકકર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.