Tuesday, March 14, 2023

સુરતના 6 પોલીસ મથકમાં 8 માસમાં પકડાયેલી 37.97 લાખની દારૂની બાટલીઓ પર રોડ રોલર ફેરવી દેવાયું | 37.97 lakh liquor bottles seized in 8 months in 6 police stations of Surat were turned into road rollers | Times Of Ahmedabad

સુરત4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પોલીસે ઝડપી પાડેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો. - Divya Bhaskar

પોલીસે ઝડપી પાડેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો.

સુરત પોલીસ દ્વારા આજે મોટી સંખ્યામાં દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.સુરત પોલીસના ઝોન 4ની હદમાં આવતા 6 પોલીસ મથકનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 માસ દરમ્યાન રૂ 37.97 લાખનો દારૂ પકડાયો હતો. આ દારૂના જથ્થા પર પાંડેસરા વિસ્તારમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

આઠ મહિનામાં 6 પોલીસ મથકમાંથી 37 લાખનો દારૂ ઝડપાયો હતો
સુરતમાં અવારનવાર બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા અનેક વખત દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવતો હોય છે.પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલો આ દારૂના જથ્થાને કોર્ટની પરમિશન બાદ નાશ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં છેલ્લા આઠ મહિનામાં માત્ર છ પોલીસ સ્ટેશનમાંથી 37 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસ દ્વારા આ દારૂના જથ્થાનો આજે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો
સુરતમાં ઝોન 4ની હદમાં આવતા અઠવા, વેસુ, ઉમરા, પાંડેસરા, ખટોદરા, તથા અલથાણ આમ 6 પોલીસ મથકમાંથી છેલ્લા 8 માસ દરમ્યાન પોલીસે 37,97, 688 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે આ દારૂના જથ્થાનો નાશ કોર્ટની મંજુરી સાથે કરવામાં આવ્યો હતો. પાંડેસરા સ્થિત તિરુપતિ સર્કલ પાસે સી.ઈ.ટી.પી. પ્લાન્ટ પાસે ખુલ્લી જગ્યામાં 37.97 લાખની 23027 નંગ બોટલો રોડ પર પાથરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના પરથી રોડ રોલર ફેરવીને એક સાથે તમામ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં દારૂનો નાશ કરાયો
છ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલ 37 લાખથી વધુના દારૂના જથ્થા પર પોલીસે આજે રોડ રોલર ફેરવી દીધું હતું. ત્યારે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દરમિયાન દારૂ નાશની આ પ્રક્રિયા અંગે ડીસીપી સાગર બાગમરેએ જણાવ્યું હતું કે, ઝોન 4 ની અંદર આવતા 6 પોલીસ મથકમાંથી 37.97 લાખનો જે વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. તે નામદાર કોર્ટની પરમીશન લઈને નાશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: