Tuesday, March 14, 2023

વાસણામાં સ્કૂલથી ઘરે જતી સ્ટુડન્ટને જાહેરમાં કિસ કરી લીધી, CCTVના આધારે આરોપીને પોલીસે દબોચ્યો | A student who was going home from school in Vasana was kissed in public by auto driver, accused was nabbed with CCTV by police | Times Of Ahmedabad

અમદાવાદ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં સગીરાઓની છેડતીના કિસ્સા દિનપ્રતિદીન વધી રહ્યા છે. તેવામાં વાસણા વિસ્તારમાં એક 13 વર્ષીય સગીરાને જાહેર રોડ પર જુહાપુરાના વિધર્મી રિક્ષાચાલકે કિસ કરી લીધી હતી. સગીરા ડરી ગઇ હતી અને ભાગીને ઘરે જતી રહી હતી. પરિવારને ઘટના અંગે જાણ કરી સ્કૂલે ન જવા માટે કહેતી હતી. આ અંગે વાસણા પોલીસે રવિવારે પોક્સો હેઠળ ગુનો નોધી આરોપીની અટકાયત કરી હતી.

પરિવારને વિદ્યાર્થિનીએ સ્કૂલે જવાની રડતાં-રડતાં ના પાડી
વાસણા વિસ્તારમાં 13 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે અને ધોરણ-8માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની રાબેતામુજબ રોજ સ્કૂલે જતી અને ઘરે એકલી આવતી હતી. દરમિયાનમાં તે રાબેતા મુજબ સ્કૂલેથી છૂટીને ઘરે જતી હતી અને આ દરમિયાન રસ્તામાં એક વિધર્મી રિક્ષાચાલકે તેને અટકાવીને કિસ કરી લીધી હતી. સગીરાને બળજબરીથી કિસ કરી લેતા સગીરા ડરી ગઇ હતી. સગીરા તેના હાથમાં છૂટીને ભાગી ગઇ હતી. સગીરાએ એટલી હદે ડરી ગઇ હતી કે રડતાં રડતાં સ્કૂલે જવાની ના પાડી દીધી હતી.

કાઉન્સિલિંગ કરીને સગીરાને હિંમત અપાઈ
પરિવારને ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ અંગે વાસણા પીઆઇ એમ સી ચૌધરીને જાણ થતાં તેમણે અન્ય મહિલા પોલીસકર્મીઓને સાથે રાખીને સગીરાને હિંમત આપી હતી અને કાઉન્સિલિંગ કર્યું હતું. કાઉન્સિલિંગ બાદ સગીરા થોડી સ્વસ્થ થઇ હતી અને રિક્ષા ચાલકના ખોફમાંથી બહાર આવી હતી. આ અંગે વાસણા પોલીસે પોક્સો હેઠળ રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો હતો. જોકે, રિક્ષા ચાલકનું નામ રિક્ષાનો નંબર કંઇ જ પોલીસ પાસે ન હતું.

રિક્ષાચાલકનો ડર ભગાડ્યો
આખરે પોલીસે અસંખ્ય સીસીટીવી ફુટેજની ચકાસણી કરીને રિક્ષા નંબર મેળવી જુહાપુરાના શખસની અટકાયત કરી હતી. આખરે રિક્ષા ચાલકને જોઇને સગીરા ફરી એક વાર ડરી ગઇ હતી. પરંતુ પોલીસે હિંમત આપતા તેણે સ્કૂલે જવાની તૈયારી બતાવી હતી. આમ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી સગીરાના મનમાંથી રિક્ષા ચાલકનો ડર ભગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: