- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Inaugurating A New Civil Court Built At A Cost Of 6 Crores In Satlasana, The Law Minister Said The Government Is Working To Make The Process Of Justice Quick, Prompt And Effective.
મહેસાણાએક કલાક પહેલા
ધુળેટીના પાવન પર્વ પર અને વિશ્વ મહિલા દિવસના અવસરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ,તબિબિ શિક્ષણ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,કાયદો અને ન્યાય તંત્ર,સંસદીય અને વૈધાનિક બાબતોના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સતલાસણા ખાતે નવીન કોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાયદા મંત્રીએ જણાવ્યું કે, ન્યાય પ્રક્રિયા વધારે પ્રભાવી બને તેમજ જનતાને ત્વરિત અને પ્રભાવી ન્યાય મળે એ માટે ગુજરાત સરકાર સતત કાર્યરત રહી છે.

કાયદા મંત્રીએ પણ કહ્યું કે, ગુજરાતમાં ન્યાયની પ્રક્રિયા ઝડપી, ત્વરિત અને પ્રભાવી બને એ માટે ગુજરાતમાં કોર્ટના મકાનો અત્ય આધુનિક રીતે નિર્માણ પામી રહ્યા છે. નવીન કોર્ટ કચેરીઓથી કામની ગુણવત્તામાં સુધારો આવે છે. કોર્ટની કાર્યશૈલીમાં સુધારો આવે છે અને અંતે ન્યાય ઝડપી બને છે.

કાયદા મંત્રીએ પણ જણાવ્યું કે, સત્યએ ન્યાયનો પાયો છે. જો આ દિશામાં સતત કાર્ય કરવામાં આવ્યું તો રામરાજ્યની કલ્પના સાચા અર્થમાં ચરિતાર્થ થશે. તેમજ અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત 2000 કરોડ જેટલા રૂપિયા કાયદા વિભાગને બજેટ 2023માં ફાળવવામાં આવ્યાં છે. જે એક મોટી વાત કહેવાય.
મહેસાણા જિલ્લાના પ્રિન્સીપલ જિલ્લા અને સેશન જજ રીઝવાન બુખારીએ જણાવ્યું કે, સતલાસણાનાં વાસીઓ માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે કેમ કે આજે નવીન કોર્ટ બિલ્ડીંગને ખુલ્લું મુકવામાં આવ્યું છે.જેના થકી ન્યાય આપવાની પ્રક્રિયા વધારે પ્રભાવી બનશે.
ઉલ્લેખનીય છે કે, આ કોર્ટ કચેરી પાછળ કુલ રૂપિયા 606.50 લાખનો ખર્ચ થયો છે તેમજ સાદર મકાનમાં ફર્નીચર, વોટર કુલર, અગ્નિ શામક યંત્ર, વોટર હાર્વેસ્ટીંગ, ભૂકંપપ્રૂફ બાંધકામ, પાર્કિંગ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.