Sunday, March 26, 2023

અમરેલીના દરિયા કાંઠે માતાજીના મંદિર જવા માટે મહિલાઓએ સરકારની મદદ વગર 6 લાખનો લોકફાળો એકત્ર કરી પુલનું નિર્માણ કર્યું | Women built a bridge by collecting public contribution of 6 lakhs without the help of the government to go to the temple of Mataji on the beach of Amreli. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Women Built A Bridge By Collecting Public Contribution Of 6 Lakhs Without The Help Of The Government To Go To The Temple Of Mataji On The Beach Of Amreli.

અમરેલી27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના દરિયા કાંઠે વ્હાણવટી સિકોતર માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિર વર્ષો જૂનું પૌરાણિક ઇતિહાસિક હોવાને કારણે સ્થાનિક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર દરિયા કાંઠે હોવાને કારણે ટેકરા ઉપર હોય વચ્ચે ખાડી હોવાને કારણે મોજા આવતા હોવાથી અનેક વખત અવર જવર બંધ થતી હતી. ત્યારે સ્થાનિક બજરંગ મહિલા મંડળની 160 જેટલી મહિલાઓએ પોતાની તાકાત બતાવી છે. અહીં રાજય સરકાર કે અન્ય કોઇની મદદ કે ગ્રાન્ટની રાહ જોયા વગર 6 લાખ જેટલો લોકફાળાથી નવનિર્મિત પુલ ઉભો કરી દીધો છે.

આજે પવિત્ર ચૈત્રી નવરાત્રિ નિમિતે લાપસીનો પ્રસાદ રાખી ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા
મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી
ધારાસભ્ય હીરા સોલંકી અને સ્થાનિક આગેવાનોનું મહિલા મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન સાથે આવકારવામાં આવ્યાં હતા. મહિલાઓ દ્વારા દરિયા કાંઠે અહીં રાસ-ગરબા લઈ આરાધના કરતા જોવા મળ્યા હતા. સમગ્ર દરિયા કાંઠે આ માતાજીનું મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.