અંકલેશ્વર પીરમણ ખાતે આમલાખાડીમાં ગુલાબી પાણીના ફીણ બન્યા, પ્રકૃતિ પ્રેમીઓએ GPCBમાં ફરિયાદ દાખલ કરી | Pink water foams in Amalakhadi at Ankleshwar Pirman, nature lovers file complaint with GPCB | Times Of Ahmedabad

અંકલેશ્વર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વરમાં પસાર થતી આમલખાડી રાત્રીના સમયે કોઈ દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવતા પાણી ગુલાબી કલરનું પ્રદૂષિત થઈને વહેતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ ગયો છે. આ અંગે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા GPCBમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.

આમલાખાડી પ્રદુષિત થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો
અંકલેશ્વર શહેરમાંથી આમલખાડી પસાર થાય છે. જોકે તેમના અહીંયા આવેલી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અનેક વખતે પ્રદુષિત પાણી અને કેમિકલનો તેમાં નિકાલ કરવામાં આવતા તે પ્રદુષિત બને છે. ગત રોજ પણ પીરામણ પાસેથી પસાર થતી આમલખાડીમાં ગુલાબી કલરના પ્રદુષિત અને દુર્ગંધવાળા વેહતા પાણી છોડવામાં આવતા ગ્રામજનો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. જેથી પીરામણના ગ્રામજનો અને સામાજિક સંસ્થા દ્વારા પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ બાબતની તપાસ કરાઈ હતી. તપાસના અંતે માલુમ પડ્યું હતું કે, નોબલ માર્કેટ તરફથી આ ગુલાબી અને પ્રદુષિત પાણી આવી રહ્યું હતું.

પ્રદુષિત વેસ્ટ વેચનાર અને ખરીદનાર અને નિકાલ કરનાર સામે કાર્યવાહી કરવા માગ
પ્રદુષિત વેસ્ટને પાણીમાં વેહડાવવાની અને સળગાવવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. પ્રદુષણના આવા કૃત્યોથી પર્યાવરણ અને જળચર પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થયું છે. વરસાદી ખાડીઓમાં પ્રદુષણ ન થાય એ બાબતે NGT કોર્ટના હુકમ અને સુપ્રીમ કોર્ટના હુકમોનું ઉલ્લઘન થઈ રહ્યું છે. આવી મોટી ઘટનાઓ બાબતે તંત્ર મુક પ્રેક્ષક બની લાચાર અવસ્થામાં કે અજાણ હોય એમ લાગી રહ્યું છે. જેથી પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ અને ગ્રામજનોએ આવી ગેરકાયદેસર રીતે પ્રદુષિત વેસ્ટને વેચનાર ઓદ્યોગિક એકમો તેમજ ગેરકાયદેસર રીતે ખરીદનાર, સંગ્રહ કરનાર અને નિકાલ કરનાર તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post