પાટણ2 કલાક પહેલા
- કૉપી લિંક

પાટણ સમસ્ત લોહાણા સમાજના સેવાભાવી અને સમાજના હીતને સદાય હૈયે વસાવનારા 86 વર્ષની ઉંમર ધરાવનાર દલપતરામ ભાઇચંદદાસ ઠક્કરે પોતાના અંતિમ સમયે પોતાના દેહદાનનો સંકલ્પ કરી સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી છે.
દલપતરામ ભાઈચંદભાઈ ઠક્કરે શનિવારના શુભ દીને પોતાના ત્રણ પુત્રો પૈકી પાટણ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને જાણીતા સેવાભાવી અને જે.ડી.જલારામના હુલામણા નામથી જાણીતા બનેલા જગદીશભાઈ ઠક્કર તેમજ પાટણ નગર

પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાણીતા યુવા સેવાભાવી અગ્રણી લાલેશભાઈ ઠક્કર તેમજ અનેકવિધ સેવા કાર્યમાં સદાય સહયોગી બનતા વિપુલભાઈ ઠક્કરને પોતાની અંતિમ ઈચ્છા દેહદાન રૂપે ની વ્યક્ત કરી ધારપુર મેડિકલ કોલેજને પોતાના દેહદાનનો સંકલ્પ પત્ર ભરીને શનિવારના રોજ સુપ્રત કર્યો હોવાનું દલપતભાઈ ઠક્કરના પુત્રોએ જણાવી પોતાના પિતાની અંતિમ ઈચ્છા ને અનુસરવા ખાતરી આપી પાટણ સમસ્ત લોહાણા ઠક્કર સમાજને ગૌરવ અપાવ્યું છે.
No comments:
Post a Comment