વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત, જિલ્લામાં 7 મહિના બાદ કોરોનાથી દર્દીનું મોત | A 60-year-old woman from Nanaponda, Valsad, died during treatment for Corona, a patient died of Corona after 7 months in the district. | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- A 60 year old Woman From Nanaponda, Valsad, Died During Treatment For Corona, A Patient Died Of Corona After 7 Months In The District.
વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના ફરી હરકતમાં આવી ગયો છે. દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ વચ્ચે વલસાડ જિલ્લાના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના પગલે આરોગ્ય વિભાગ હરકતમા આવી ગયું છે અને કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ગતરોજ વલસાડના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિલેશ બી. કુકડીયાએ જાહેરનામુ બહાર પાડ્યું હતું. જેમાં વલસાડમાં કોરોનાના કેસને પગલે શહેરના મોગરાવાડી સહિત જિલ્લામાં સંક્રમીત જાહેર થયેલા દર્દીઓના ઘરોને કોરોના એપી સેન્ટર તરીકે જાહેર કરીને લોકોની અવર જવર ઉપર થોડા દિવસો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા ખાતે રહેતી 60 વર્ષીય વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના સંક્રમિત જાહેર થયા હતા. જેથી સિવિલ હોસ્પિટલમાં કોવિડ સાથે અન્ય બીમારીઓની સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન કોરોના સંક્રમિત દર્દીનું કોરોના સાથે અન્ય બીમારીઓને લઈને મૃત્યુ થયું હોવાની ઘટના બની જતી. વલસાડ જિલ્લામાં છેલ્લે 30મી ઓગષ્ટના રોજ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયા બાદ આજ રોજ કોરોના સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાંથી મળતી વધુ માહિતી મુજબ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા વાડી ફળિયા, આંગણવાડી પાસે રેહતા 60 વર્ષીય વૃદ્ધાને કોરોનાના લક્ષણો જણાતા તેમને સારવાર માટે ગત તારીખ 25મી માર્ચ 2023ના રોજ વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કોરોના પોઝિટિવ હોવાને લઇને તેમની સારવાર ચાલી રહી હતી. જેમાં આજરોજ વેહલી સવારે કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઇને પરિવારમા શોક ફેલાયો છે.કોરોના સંક્રમિત મહિલાનો મૃતદેહનો કબ્જો મેળવી કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારે કોરોના ફરી ધીરે ધીરે બેકાબૂ થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કાળજી લેવી પણ અત્યંત જરૂરી બની છે. વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
Post a Comment