કાર્યકર્તાઓને કહ્યું- 'ગુજરાતની તમામ 26 બેઠક પર હરીફ ઉમેદવારની ડીપોઝીટ ડૂલ કરાવવાની છે, દરેક બેઠક 5 લાખથી વધુની લીડથી જીતવાનું લક્ષ્યાંક' | Told the activists - 'On all the 26 seats in Gujarat, the rival candidates have to deposit their money, aiming to win each seat with a lead of more than 5 lakhs'. | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- Told The Activists ‘On All The 26 Seats In Gujarat, The Rival Candidates Have To Deposit Their Money, Aiming To Win Each Seat With A Lead Of More Than 5 Lakhs’.
નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે ગણદેવી ખાતે શ્રમિક કાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં સ્ટેજ પરથી ભાષણ આપતી વખતે ચૂંટણી જીતવાનો નવો ફોર્મુલા કાર્યકરોને આપ્યો હતો, પાટીલે જાહેરાત કરી હતી કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એવી રીતે કામ કરવું કે હરીફ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થાય અને ભાજપના ઉમેદવારને પાંચ લાખથી વધુ લીડ મળે.
સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે ગણદેવી તાલુકા ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં તમામ લોકોએ સ્ટેજ પરથી ભાષણ આપ્યા બાદ સાંસદ સી.આર. પાટીલ ઊભા થઈને જીતની ફોર્મ્યુલા સમજાવી હતી. પેજ સમિતિ દ્વારા આપણે ચૂંટણી જીતવા માટે લક્ષ્ય સાધ્યું હતું. તે ભૂતકાળમાં સફળ થયું છે અને હવે સમગ્ર ભારતમાં ભાજપ પેજ સમિતિ થકી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. ત્યારે આ વખતે લોકસભાની 26 સીટ માટે આપણે એવી રીતે કામ કરવાનું છે કે હરીફ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ જાય અને પાંચ લાખ જેટલા મતોની લીડ આપણા ભાજપના ઉમેદવારને મળે.
સી.આર.પાટીલ સાથે જ નવસારી જિલ્લાને કુપોષણ મુક્ત કરવા અંગે કાર્યકરો અને ધારાસભ્ય સહિત ભાજપ સંગઠનનો આભાર માન્યો હતો અને દૂર કરવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એ પણ અખાત મહેનત અને પરિશ્રમ કર્યો હતો.
Post a Comment