અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં ધાડ, લૂંટ અને ચોરીના બનાવો બેફામ પણ વધી રહ્યા છે. ત્યારે ઘર ફોડ ચોરીમાં અડધી સદી ફટકારનાર ચીખલીકર ગેંગના એક સાગરીતને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. આ આરોપીએ અમદાવાદ તેમજ આણંદ, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવી દીધો હતો.
અગાઉ અમદાવાદ શહેરમાં 34 ચોરીઓ કરી
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે ચીખલીકર ગેંગનો જોગીંદરસિંહ આસ્ટોડિયા દરવાજા પાસે આવવાનો છે. જેથી પોલીસે વોચ રાખીને જોગીન્દ્રસિંહની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી 4,13,870ની કિંમતના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ પોલીસે જપ્ત કરી છે. જોગીન્દ્રસિંહ અમદાવાદ શહેરમાં 34 જેટલી ચોરીઓ અગાઉ કરી ચુક્યો છે અને ત્રણ વખત પાસામાં પણ જઇ આવ્યો છે.
પાંચ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો
ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીએ અમદાવાદ શહેરના કારંજ, ખાડિયા, એલિસ બ્રિજ, શાહીબાગ, શહેર કોટડા, સેટેલાઈટ, વટવા, ગાંધીનગર, ઇસનપુર જેવા તમામ વિસ્તારોમાં ચોરીઓ કરી હતી. આ ઉપરાંત આણંદ જિલ્લાના આણંદ, વિદ્યાનગર, અંકલાવ, વાસદ, ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
વડોદરામાં સાત ચોરીના ગુનાઓને અંજામ આપ્યો
આ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના ગુનામાં અને વડોદરા જિલ્લાના પાણીગેટ, રાવપુરા, મકરપુરા, તરસાલી, કરજણ સાવલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સાત ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો. સુરત શહેરમાં પાંડેસરા ઉધના કતારગામ રાવપુરા અંજામ આપ્યો હતો.
અમદાવાદના ત્રણ ગુના પણ ઉકેલાયા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગરફોર ચોરીના ગુનામાં તેમજ પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ પોલીસ સ્ટેશનના બે ગુનાઓ મળી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 60 જેટલી ચોરીઓના ગુનાને જોગીન્દ્રસિંહે અંજામ આપ્યો હતો. હાલ તેની પાસેથી ચોરીના ચાર ગુનાઓ ડિટેક્ટ થયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના ત્રણ ગુના પણ ઉકેલાયા છે.