Saturday, March 25, 2023

પ્રેમલગ્નનો ખાર રાખી બહેન સહિત સાસરિયાઓ પર છરી વડે હુમલો કર્યો; પ્રેમી યુગલ માંડવો હોવાથી ગામે આવ્યું હતું | Attacked sister-in-laws including sister-in-law with knife; The loving couple had come to the village to marry | Times Of Ahmedabad

ગોંડલએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એક વર્ષ પહેલા પ્રેમી યુગલે લગ્ન કર્યા હતા. નાસી ગયેલું યુગલ માતાજીના માંડવાના પ્રસંગમાં હાજર થતા યુવતીના સંબંધીઓ તરફથી ચાર શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરી માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ શીતલબેન જાદવ અને તેના સાસરિયાઓ ઉપર ભાવેશ ભેડા, દડુ ભેડા, વિજય ભેડા તેમજ વિપુલ નામના શખ્સે છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આઈપીસી કલમ 324,323, 304, 506, 427, 452, 114 તથા જીપીએસ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ફરિયાદી શીતલબેન જાદવે જણાવ્યું હતું કે, તેઓએ એક વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ સાગર જાદવ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. તેઓ વાસાવડ છોડી અન્ય ગામ રહેવા નીકળી ગયા હતા પરંતુ વાસાવડ ગામે માતાજીના માંડવાનો પ્રસંગ હોવાથી બંને પ્રેમી યુગલ આવ્યા હતા અને છોકરી પક્ષના સંબંધીઓએ હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.