બનાસકાંઠા (પાલનપુર)10 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં લઈ જતા બે પીકઅપ ડાલા સહિત બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે, રાજેસ્થાન પોલીસને મળેલી બાતમી હકીકત આધારે પોલીસે બે પીકઅપ ગાડીની તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ 65 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ આગળ ની તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ થઈને ગુજરાતમાં વિદેશી દારૂની તસ્કરી મોટા પ્રમાણમાં થતી હોય રાજસ્થાન પોલીસ વડાએ આવા તસ્કરોને અટકાવવા માટે કડક સૂચના આપતા રાજસ્થાન પોલીસ આ દિશામાં કાર્યરત થતાં ગુજરાતના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતી માવલ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. ત્યારે ચેકપોસ્ટ પરના કર્મચારીને ખાનગી રાહે બાતમી મળેલ કે વાંસડા પાસેના ઠેકાની પાછળ વિદેશી દારૂ ભરેલી બે પિકઅપ ડાલાઓ ઊભા છે જેથી પોલીસે તપાસ કરતા તેમાં હાઈ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલો હતો આથી પોલીસે તેને પોતાના કબજામાં લઈ પીકઅપના ચાલક સુબેસિંહ સુખરામ રાજસ્થાન અને વિકાસ યાદરામરાજસ્થાન વાળને પકડી કાયદેસરની કાર્યવાહી કરતા દારૂ લઈ જવા બદલ બંને ઈસમો સામે ગુનો નોધી પૂછપરછ કરતાં દારૂ ઉદયપુરથી ભરીને ગુજરાતમાં લઈ જવાનો હોવાનું પકડાયેલ ઇસમો એ જણાવેલ હતું. પોલીસે પકડાયેલો વિદેશી દારૂની પેટી નંગ 490 ની કિંમત 65 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી કરી છે.